Connect Gujarat
ગુજરાત

સાબરકાંઠા: સ્નેકમેનની અનોખી કહાની, ત્રણ વખત સાપે ડંખ માર્યો છતાં રેસ્ક્યુ ચાલુ રાખ્યું-જુઓ વિશેષ અહેવાલ

સાબરકાંઠા તાલુકાનાં ગોરલ ગામના એક વ્યક્તિએ અત્યાર સુધી માં 3 હજાર જેટલા સાપનું રેસક્યુ ઓપરેશન હાથ ધર્યું છે.

X

સાબરકાંઠા તાલુકાનાં ગોરલ ગામના એક વ્યક્તિએ અત્યાર સુધી માં 3 હજાર જેટલા સાપનું રેસક્યુ ઓપરેશન હાથ ધર્યું છે.

સાબરકાંઠા તાલુકાના ગોરલ ગામની આસપાસ જો કોઈ સાપ નિકળે તો ત્યાના લોકો તાત્કાલિક ધોરણે ગોરલ ગામના રહેવાસી પ્રદીપ પટેલને યાદ કરે છે.પ્રદીપ પટેલ એ એક સ્નેક કેચર છે. તેઓ છેલ્લા 20 વર્ષથી સાપોનું રેસ્ક્યું કરી સાપનું રક્ષણ કરવાનો પ્રયત્ન કરે છે.પ્રદીપ પટેલ આસપાસના વિસ્તારોમાં નિકળતા ઝેરી, અને બિનઝેરી સાપોનું રેસ્ક્યું કરી સુરક્ષિત જગ્યાએ છોડવાની સેવાકીય પ્રવૃત્તિ કરે છે. પ્રદીપ પટેલ શરૂઆતમાં દેશી જુગાડ થકી સાપને વિંટી અને દોરી નો ઉપયોગ કરી પકડીને ડબામાં પૂરીને સુરક્ષિત જગ્યાએ છોડતા હતા.પછી ધીમે ધીમે જેમ જેમ સાપનો ડર ગાયબ થયો,અને એ પછી અત્યારે કોઈપણ સાધન સામગ્રી વગર પોતાના અનુભવના આધારે હાથથી જ સાપને પકડીને ડબ્બામાં મૂકી ત્યારબાદ તેને જંગલ વિસ્તાર કે નદી કિનારે સુરક્ષિત જગ્યાએ રિલીઝ કરવાનું કામ કરે છે.

આ બાબતે પ્રદીપભાઈ નું કહેવું છે કે,’લોકો ની સાપ પ્રત્યે માનસિકતા ખૂબ જ અલગ છે અને હકીકત કંઈક અલગ છે.જ્યારે લોકો સાપને જુએ છે ત્યારે તેને પોતાનો દુશ્મન માની મારી નાખતા હોય છે, પરંતુ સાપ ખેડૂતનો મિત્ર જ છે અને સાપની ગુજરાતમાં 70 જેટલી પ્રજાતિ માંથી માત્ર ચાર પ્રજાતિ જ ઝેરી છે.બાકીના સાપ બીન ઝેરી હોય છે ત્યારે સાપને મારી ન નાખીને તેને ઘરમાં કે ખેતરમાંથી પકડી અન્ય સુરક્ષિત જગ્યાએ છોડી દેવામાં જ માનવતા છે. આ દરમિયાન તેમણે ચાર વખત સાપે ડંખ માર્યા છે જોકે કરડનાર સાપ બિનઝેરી હોવાથી તાત્કાલિક નાની સારવાર લઈ જોખમથી બહાર પણ આવ્યા છે. છતાં પણ સાપ પ્રત્યેનો પ્રેમ અતૂટ છે અને ભવિષ્યમાં પણ સાપને બચાવવાની મુહીમ શરૂ રાખશે.

Next Story