સાબરકાંઠા જિલ્લાની જીવાદોરી એવી હાથમતી ડેમમાં ૧૦૦ ટકા પાણીની આવક થતા હિંમતનગરના આસપાસ ગ્રામ્ય વિસ્તારના લોકોએ નીચાણવાળા બ્રિજ પર પાણી પસાર થવુ પડે છે.
સાબરકાંઠા જિલ્લામાં બે દિવસ પહેલા સાર્વત્રિક વરસાદ વરસવાના લઈને હિંમતનગર તાલુકાના આસપાસ ગ્રામ્ય વિસ્તારોમાં પાણીની સમસ્યા સર્જાઈ છે. જોકે ઘોરવાડા ગામના સ્થાનિક લોકોને હિંમતનગર જવા માટે માત્ર નીચાણવાળા બ્રિજ પર પસાર થવું પડે છે. હાથમતી અને ગુહા નદી બને નદીનો સંગમ થતા નીચાણવાળા બ્રિજ પાણી ભરાવાને લઈને આખરે સ્થાનિક લોકોને જામળા સુધી જવું મુશ્કેલ બન્યું છે. સ્થાનિક લોકોએ અનેકવાર રજુઆત કરવા છતાં પણ આ સમસ્યાનું કોઈ નિરાકરણ આવ્યું નથી ત્યારે આ વિસ્તારમાં ઊંચો બ્રિજ બનાવવાણી સ્થાનિકો માંગ કરી રહ્યા છે