Connect Gujarat
ગુજરાત

સાબરકાંઠા: પ્રાંતિજમાં ભરઉનાળે પાણીનો કકળાટ,મહિલાઓ 1 કી.મી.દૂરથી પાણી ભરી લાવવા માટે મજબૂર

પાલિકામા છેલ્લા ચાર દિવસથી રજુઆત બાદ પણ આ વિસ્તારના રહીશોને પાણી ન મળતા હાલતો રહીશોને પાણી માટે આમતેમ વલખા મારવા પડી રહ્યા છે

X

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ અમીનપુર ટેકરાની ગરીબ પ્રજા છેલ્લા પાંચ દિવસથી પાણી માટે વલખા મારે છે અને અડધોથી એક કિલોમીટર દુર દુરથી પાણી ભરી લાવવા મજબૂર બની છે સાબરકાંઠાના પ્રાંતિજના અમીનપુર ટેકરા પર છેલ્લા પાંચ દિવસથી પાણી ન આવતા આ વિસ્તારની ગરીબ પ્રજા હાલ તો પાણી માટે વલખા મારે છે અને પાલિકામા રજુઆત બાદ પણ આ ગરીબ વિસ્તાર ના લોકોનુ કોઇ ના સાંભળતા રહીશોને પાણી માટે અડધોથી એક કિલોમીટર દુર દુર સુધી જવાનો વારો આવ્યો છે તો આ વિસ્તારના રહીશોને પાણી ન મળતુ હોય છતાંય પ્રાંતિજ પાલિકા દ્રારા પાણીનુ ટેન્કર પણ આપવામા આવ્યુ નથી અને પાલિકામા છેલ્લા ચાર દિવસથી રજુઆત બાદ પણ આ વિસ્તારના રહીશોને પાણી ન મળતા હાલતો રહીશોને પાણી માટે આમતેમ વલખા મારવા પડી રહ્યા છે

Next Story