અમરેલી:બાબરા ખાતે તાપડીયા આશ્રમમાં સંતવાણી કાર્યક્રમમાં કલાકારો પર થયો રૂપિયાનો વરસાદ

તાપડીયા આશ્રમમાં રામકથાના આયોજન દરમિયાન ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે,આ પ્રસંગ નિમિત્તે સંતવાણીના ધર્મભીના કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું

New Update
  • બાબરામાં તાપડીયા આશ્રમમાં રામકથાનું આયોજન

  • રામકથા દરમિયાન સંતવાણીનું કરાયું આયોજન

  • ગોપાલ સાધુ અને ધવલ બારોટે બોલાવી ભજનોની રમઝટ

  • ધારાસભ્ય સહિતના આગેવાનોએ કલાકારો પર કર્યો રૂપિયાનો વરસાદ 

  • મોટી સંખ્યમાં સંતવાણી કાર્યક્મનો લ્હાવો લેતા શ્રદ્ધાળુઓ

Advertisment

અમરેલી જિલ્લાના બાબરા ખાતેના તાપડીયા આશ્રમમાં સંતવાણી કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું,આ પ્રસંગે ભજન અને લોકગીતોની રમઝટ દરમિયાન કલાકારો પર રૂપિયાનો વરસાદ થયો હતો.

અમરેલી જિલ્લાના બાબરા ખાતેના તાપડીયા આશ્રમમાં રામકથાના આયોજન દરમિયાન ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે,આ પ્રસંગ નિમિત્તે સંતવાણીના ધર્મભીના કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં સંતવાણીના કલાકારો ગોપાલ સાધુ અને ધવલ બારોટ દ્વારા ભજન તેમજ લોકગીતોની રમઝટ બોલાવવામાં આવી હતી.

ત્યારે આ અવસરે લાઠી બાબરાના ધારાસભ્ય જનક તળાવીયા,શહેર ભાજપ પ્રમુખ,પાલિકા પ્રમુખ દ્વારા સંતવાણી કલાકારો પર રૂપિયા 10,20 અને 100ની ચલણી નોટો ઉડાડીને જાણે રૂપિયાનો વરસાદ વરસ્યો હોય તેવો માહોલ સર્જી દીધી હતો,અને ઉપસ્થિત જનમેદની પણ સંતવાણીનું રસપાન કરીને તરબોળ બની ગઈ હતી.

Read the Next Article

સાપુતારા: ચેઈન ચોરી કરનાર 2 આરોપીને સીસીટીવીના આધારે ઝડપી પાડતી પોલીસ

સાપુતારા સ્વાગત સર્કલ પાસે બે અજાણ્યા બાઈક ચાલકો જન્માષ્ટમીના દિવસે સુરતના પરિવારને વાતમાં નાખી ગળામાં પહેરેલી સોનાની ચેઈન તોડીને ભાગી ગયા હતા.

New Update
Saputara Police

ડાંગના સાપુતારા ખાતે જન્માષ્ટમીના દિવસે સુરતના એક પરિવારની ચેઈન સ્નેચિંગની ઘટના બની હતી. ગીરીમથક સાપુતારા ખાતે ટૂંકા વેકેશન દરમિયાન પ્રવાસીઓનો ધસારો જોતા જન્માષ્ટમીને દિવસે સુરતનો એક પરિવાર સાપુતારા ખાતે ફરવા આવ્યો હતો. સાપુતારા સ્વાગત સર્કલ પાસે બે અજાણ્યા બાઈક ચાલકો સુરતના પરિવારને વાતમાં નાખી ગળામાં પહેરેલી સોનાની ચેઈન તોડીને ભાગી ગયા હતા.

ભોગ બનનારા સુરતના પરિવારના રાજેશ કથીરિયાએ સાપુતારા પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ કરી સાપુતારા પોલીસે અલગ અલગ ટીમ બનાવી તાત્કાલિક અસરથી જિલ્લામાં નાકાબંધી કરી હતી. પોલીસે સીસીટીવી તેમજ એન્ટી હુમન સોર્સના માધ્યમથી ગણતરીના કલાકોમાં બે આરોપીને ઝડપી પાડ્યા હતા. આ બંને આરોપીની કડક સઘન પૂછપરછ કરવામાં આવતા બંને આરોપીઓએ ગુનાની કબુલાત કરી હતી.સાપુતારા પોલીસે 1.08 લાખનો મુદ્દામાલ કબ્જે કરીને આ બંને આરોપીને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યા.