Connect Gujarat
ગુજરાત

સરદાર સરોવર નર્મદા ડેમ તેની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યો, CM ભુપેન્દ્ર પટેલે નર્મદાનાં નીરના લીધા વધામણા

સરદાર સરોવર નર્મદા ડેમ તેની સર્વોચ્ચ સપાટીએ પહોંચતા સી.એમ.ભુપેન્દ્ર પટેલે કેવડીયા ખાતે પહોંચી નર્મદાનાં નીરના વધામણા લીધા હતા

X

સરદાર સરોવર નર્મદા ડેમ તેની સર્વોચ્ચ સપાટીએ પહોંચતા સી.એમ.ભુપેન્દ્ર પટેલે કેવડીયા ખાતે પહોંચી નર્મદાનાં નીરના વધામણા લીધા હતા.

સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટી સીઝનમાં પ્રથમવાર 138 મીટરને પર થઈને 138.68 મીટરે નોંધાઈ હતી. ત્યારે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આજે કેવડિયા ખાતે પહોંચી મા નર્મદાના નીરના વધામણા કર્યા હતા.CM ભૂપેન્દ્ર પટેલે નર્મદા નદીની વિધિવત પૂજા કરી આરતી ઉતારી હતી. હાલ ઉપરવાસમાંથી પાણીની આવક - 2,11,067 ક્યુસેક. આવી રહી છે. જેના લીધે હાલ 23 દરવાજા ખોલવાની ફરજ પડી છે.

મધ્યપ્રદેશના ડેમોમાંથી પાણી છોડવામાં આવતા નર્મદા ડેમના સરદાર સરોવરમાં પાણીની આવક.2,11,067 ક્યુસેક થઈ રહી છે. ત્યારે સવારે 23 દરવાજા 1.30 મીટર 1,50,000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું. આમ ઉપરવાસમાંથી સતત પાણીની આવક આવતી રહી અને સપાટી ધીરે ધીરે વધતી ગઈ.

Next Story