સૌરાષ્ટ્ર-તમિલ સંગમ કાર્યક્રમનો સમાપન સમારોહ યોજાયો હતો જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલ ઉપસ્થિત ર્હઈને સંબોધન કર્યું હતું
સૌરાષ્ટ્ર-તમિલ સંગમ સમાપન સમારોહ કાર્યક્રમમાં પંજાબના પૂર્વ મુખ્યમંત્રી પ્રકાશ બાદલના નિધન પર મૌન પાળી શ્રદ્ધાંજલી પાઠવવામાં આવી હતી. ત્યારબાદ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. આ પ્રસંગે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, કેન્દ્રીય મંત્રી પુરસોત્તમ રૂપાલા, ઝારખંડના રાજયપાલ સી. પી.રાધાકૃશન, કેન્દ્રીય મંત્રી એલ મુરગન સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. દેશના વડા પ્રધાન મોદીએ સંબોધન કરતા કહ્યં કે, 2010માં હું મુખ્યમંત્રી હતો, ત્યારે મદુરાઇમાં આવી ભવ્ય સંગમનું આયોજન કર્યું હતું. જેમાં સૌરાષ્ટ્રનાં લોકો મોટી સંખ્યામા આવ્યાં હતાં. આટલી મોટી સંખ્યામાં આજે તમિલનાડુથી પૂર્વજોની ધરતી પર આવ્યા છે. ત્યારે તમામના ચહેરા પર ખુશી જોવા મળી છે. સૌરાષ્ટ્ર અને તમિલનાડુઓને અભિનંદન પાઠવું છુ. આજે આઝાદીકા અમૃતકાળમાં આપણે સૌરાષ્ટ્ર-તમિલ સંગમ જેવી સાંસ્કૃતિક આયોજનોની એક નવી પરંપરાની ગવાહી આપી છે. અગાઉ થોડાં મહિના પહેલાં કાશી તામિલ સંગમનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે દેશમાં ભારે ચર્ચા થઈ હતી.