બિપરજોય વાવજોડાના કારણે સૌરાષ્ટ્રની ટ્રેનોના રૂટમાં ફેરફાર, ઓખા-પોરબંદરથી ઉપડતી 25 જેટલી ટ્રેનો રાજકોટ-અમદાવાદથી દોડશે, જાણો કઈ ટ્રેનો ક્યાંથી ઉપડશે……

રાજ્યમાં સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારમાં ચક્રવાતી તોફાન "બિપરજોય"ને કારણે પશ્ચિમ રેલ્વેની ઘણી ટ્રેનોને અસર થશે.

New Update
બિપરજોય વાવજોડાના કારણે સૌરાષ્ટ્રની ટ્રેનોના રૂટમાં ફેરફાર, ઓખા-પોરબંદરથી ઉપડતી 25 જેટલી ટ્રેનો રાજકોટ-અમદાવાદથી દોડશે, જાણો કઈ ટ્રેનો ક્યાંથી ઉપડશે……

રાજ્યમાં સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારમાં ચક્રવાતી તોફાન "બિપરજોય"ને કારણે પશ્ચિમ રેલ્વેની ઘણી ટ્રેનોને અસર થશે. જેથી મુસાફરોની સલામતી અને ટ્રેન સંચાલનમાં સુરક્ષા માટે સાવચેતીના પગલા તરીકે કેટલીક ટ્રેનો રદ કરવામાં આવી છે. જ્યારે કેટલાક સ્ટેશનો સુધી જ ટ્રેનો ચલાવવામાં આવશે. સૌરાષ્ટ્રના ઓખા, પોરબંદર અને જામનગરથી ઉપડતી ટ્રેનો હવે રાજકોટ, સુરેન્દ્રનગર અને અમદાવાદથી ઉપડશે. કુલ 25 જેટલી આવી ટ્રેનો જે ઓખા અને પોરબંદરથી અન્ય રાજ્યો તેમજ શહેરોમાં જાય છે તે આ ત્રણ સ્ટેશન ઉપરથી ઉપડશે, તેઓ નિર્ણય રેલવે વિભાગ દ્વારા લેવામાં આવ્યો છે.

કઈ ટ્રેનો ક્યાંથી ઉપડશે?

1. ટ્રેન નંબર 19568 ઓખા-તુતીકોરિન એક્સપ્રેસ 16 જૂન, 2023ના રોજ અમદાવાદથી ઉપડશે.

2. ટ્રેન નંબર 09525 ઓખા-નાહરલાગુન સ્પેશિયલ 13 જૂન, 2023ના રોજ રાજકોટથી ઉપડશે.

3. ટ્રેન નંબર 22969 ઓખા-બનારસ એક્સપ્રેસ 15મી જૂન, 2023ના રોજ રાજકોટથી ઉપડશે.

4. ટ્રેન નંબર 22946 ઓખા-મુંબઈ સેન્ટ્રલ સૌરાષ્ટ્ર મેલ 13મી જૂનથી 15મી જૂન, 2023 સુધી રાજકોટથી ઉપડશે.

5. ટ્રેન નંબર 16734 ઓખા-રામેશ્વરમ એક્સપ્રેસ 13મી જૂન, 2023ના રોજ રાજકોટથી ઉપડશે.

6. ટ્રેન નંબર 20820 ઓખા-પુરી એક્સપ્રેસ 14મી જૂન, 2023ના રોજ અમદાવાદથી ઉપડશે.

7. ટ્રેન નંબર 15635 ઓખા-ગુવાહાટી એક્સપ્રેસ 16મી જૂન, 2023ના રોજ અમદાવાદથી ઉપડશે.

8. ટ્રેન નંબર 16333 વેરાવળ-તિરુવનંતપુરમ એક્સપ્રેસ 15મી જૂન, 2023ના રોજ અમદાવાદથી ઉપડશે.

9. ટ્રેન નંબર 19218 વેરાવળ-બાંદ્રા ટર્મિનસ એક્સપ્રેસ 13 જૂનથી 15 જૂન, 2023 દરમિયાન રાજકોટથી ઉપડશે.

10. ટ્રેન નંબર 11463 વેરાવળ-જબલપુર એક્સપ્રેસ 13 જૂનથી 16 જૂન, 2023 દરમિયાન રાજકોટથી ઉપડશે.

11. ટ્રેન નંબર 19202 પોરબંદર-સિકંદરાબાદ એક્સપ્રેસ 13મી જૂન, 2023ના રોજ રાજકોટથી ઉપડશે.

12. ટ્રેન નંબર 20910 પોરબંદર-કોચુવેલી એક્સપ્રેસ 15મી જૂન, 2023ના રોજ રાજકોટથી ઉપડશે.

13. ટ્રેન નંબર 14312 ભુજ-બરેલી એક્સપ્રેસ અમદાવાદથી 13 અને 14 જૂન, 2023ના રોજ ઉપડશે.

14. ટ્રેન નંબર 14322 ભુજ-બરેલી એક્સપ્રેસ 15મી જૂન, 2023ના રોજ પાલનપુરથી ઉપડશે.

15. ટ્રેન નંબર 11091 ભુજ-પુણે એક્સપ્રેસ 14મી જૂન, 2023ના રોજ અમદાવાદથી ઉપડશે.

16. ટ્રેન નંબર 12949 પોરબંદર-સંત્રાગાચી કવિગુરુ એક્સપ્રેસ અમદાવાદથી 16મી જૂન, 2023ના રોજ ઉપડશે.

17. ટ્રેન નંબર 16505 ગાંધીધામ-ક્રાંતિવીર સંગોલ્લી રાયન્ના (બેંગલોર) એક્સપ્રેસ 13મી જૂન, 2023ના રોજ અમદાવાદથી ઉપડશે.

18. ટ્રેન નંબર 22924 જામનગર-બાંદ્રા ટર્મિનસ હમસફર એક્સપ્રેસ 13મી જૂન, 2023ના રોજ સુરેન્દ્રનગરથી ઉપડશે.

19. ટ્રેન નંબર 12477 જામનગર-શ્રી માતા વૈષ્ણોદેવી કટરા એક્સપ્રેસ તારીખ 14મી જૂન, 2023 હાપાથી ઉપડશે.

20. ટ્રેન નંબર 19573 ઓખા-જયપુર 12મી જૂન, 2023ના રોજ રાજકોટથી ઉપડશે.

21. ટ્રેન નંબર 19575 ઓખા-નાથદ્વારા એક્સપ્રેસ 14મી જૂન, 2023ના રોજ હાપાથી ઉપડશે.

22. ટ્રેન નંબર 22960 જામનગર-વડોદરા સુપરફાસ્ટ ઇન્ટરસિટી 13મી જૂન, 2023ના રોજ રાજકોટથી ઉપડશે.

23. ટ્રેન નંબર 19016 પોરબંદર-દાદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ 12 અને 13 જૂન, 2023ના રોજ સુરેન્દ્રનગરથી ઉપડશે.

24. ટ્રેન નંબર 20937 પોરબંદર-દિલ્હી સરાય રોહિલા એક્સપ્રેસ 13મી જૂન, 2023ના રોજ રાજકોટથી ઉપડશે.

25. ટ્રેન નંબર 22829 ભુજ-શાલીમાર એક્સપ્રેસ 13મી જૂન, 2023ના રોજ અમદાવાદથી ઉપડશે.

Latest Stories