સાવરકુંડલા : દિવાળીની રાત્રે દેશી હર્બલ ફટાકડાથી જામે છે ઈંગોરિયા યુદ્ધ,150 વર્ષ પરંપરાને જીવંત રાખતા યુવાનો

દિવાળીની રાત પડતા જ સાવરકુંડલા બજારમાં લોકો સામસામે બે જૂથમાં વહેંચાઈ જતા હોય છે,અને બાદમાં એક બીજા પર સળગતા ઈંગોરિયા ફેંકી ઉજવણી કરે છે..

New Update
  • સાવરકુંડલાની ઓળખ બન્યું ઈંગોરિયા યુદ્ધ

  • દિવાળીમાં જામે છે ઇંગોરિયા યુદ્ધ

  • 150 વર્ષ જૂની પરંપરા આજે પણ જીવંત

  • ઉત્સવપ્રેમીઓ ઉત્સહભેર લે છે ભાગ

  • દિવાળી ફટાકડાથી નહીં ઇંગોરિયાથી ઉજવણી  

અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં દિવાળીની રાત્રે દેશી હર્બલ ફટાકડાથી યુવાનો ઈંગોરિયા  યુદ્ધમાં ભાગ લે છે. આ પરંપરાને 150 વર્ષથી ધબકતી રાખવામાં આવી છે,જેમાં ઉત્સવ પ્રેમીઓ ઉત્સાહભેર જોડાય છે. 

અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં દિવાળીની રાત્રે કંઇક અલગ જ નજારો જોવા મળે છે. અહીં લોકો 'ઈંગોરિયા યુદ્ધકરી ઉજવણી કરતા હોય છે. દિવાળીની રાત પડતા જ સાવરકુંડલા બજારમાં લોકો સામસામે બે જૂથમાં વહેંચાઈ જતા હોય છે,અને બાદમાં એક બીજા પર સળગતા ઈંગોરિયા ફેંકી ઉજવણી કરતા હોય છે. દેખીતી રીતે જોખમી લાગતી આ રમતમાં સાવરકુંડલામાં કોઈ વ્યકિત દાઝતા ન હોવાનો દાવો કરવામાં આવે છે.અને દિવાળીની રાત્રે ખેલાનારા ઈંગોરિયા યુદ્ધ માટે કારીગરો મહિનાઓ પહેલા ઈંગોરિયા(કોકડા) તૈયાર કરવામાં લાગી જાય છે.દેશભરમાં જ્યાં લોકો ફટાકડા ફોડીને દિવાળી પર્વની ઉજવણી કરે છે,ત્યારે સાવરકુંડલામાં ઉત્સવપ્રેમીઓ ઈંગોરિયા યુદ્ધ લડીને પ્રકાશના પર્વની ઉજવણી કરે છે.

અમરેલીના સાવરકુંડલા શહેરમાં છેલ્લા 8 દાયકાથી દિવાળીની રાત્રે એકબીજા પર સળગતા ઈંગોરિયા ફેંકી ઉજવણી કરવાની અનોખી પરંપરા વર્તમાન સમયમાં પણ જીવંત છે. સામાન્ય રીતે યુદ્ધ ગુસ્સાના ભાવ સાથે ખેલાતા હોય છે. પરંતુ દિવાળીની રાત્રે સાવરકુંડલા શહેરમાં ખેલાતું ઈંગોરિયા યુદ્ધ હસતા મોઢે ખેલવામાં આવે છે. લોકો નિર્દોષભાવ સાથે સામસામે એકબીજા પર સળગતા ઈંગોરિયા ફેંકી ઉજવણી કરતા હોય છે.

દિવાળીની રાત્રે આ યુદ્ધ રાત્રિના 10 વાગ્યાથી વહેલી સવાર સુધી ચાલતું હોય છે.પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી ઈંગોરિયાના વૃક્ષો ઘટી જતા ઈંગોરિયા મળવા મુશ્કેલ બન્યા છે. ત્યારે અહીંના લોકોએ ઈંગોરિયાના વિકલ્પમાં કોકડીમાં જે પુઠ્ઠાની ભૂંગળી આવે છે તેનો ઉપયોગ શરૂ કર્યો છે.

Latest Stories