Connect Gujarat
ગુજરાત

“સંયમ” પ્રોજેક્ટ : પોક્સો એક્ટ હેઠળ ગુન્હા અટકાવવા અરવલ્લી SP શૈફાલી બારવાલની અનોખી પહેલ…

પોલીસ વડા શૈફાલી બારવાલે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવાની સાથે ગુન્હાખોરીનું પ્રમાણ અટકે તે દિશામાં પ્રયાસ હાથ ધર્યા છે.

X

“સંયમ” પ્રોજેક્ટ હેઠળ પોક્સો એક્ટ અંગેના ગુન્હાઓને અટકાવવા સગીરોને જાગૃત કરવા માટે અરવલ્લી જિલ્લા પોલીસ વડા શૈફાલી બારવાલ દ્વારા અનોખી પહેલ હાથ ધરવામાં આવી છે.

અરવલ્લી જીલ્લા પોલીસ વડા શૈફાલી બારવાલે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવાની સાથે ગુન્હાખોરીનું પ્રમાણ અટકે તે દિશામાં પ્રયાસ હાથ ધર્યા છે. જીલ્લામાં દર વર્ષે 80થી વધુ ગુન્હા પોક્સો એક્ટ હેઠળ નોંધાય રહ્યા હોવાથી પોક્સો એક્ટ હેઠળ ગુન્હાનું સંશોધન કરતા મોટા ભાગના પોક્સો એક્ટના ગુન્હામાં યુવક-યુવતી પ્રેમલગ્ન કરવાના ઇરાદે ફરાર થઇ જતા હોય છે, તેમજ પ્રેમિકા 18 વર્ષથી ઓછી ઉંમરની હોવાથી પ્રેમી યુવક સામે પોક્સો એક્ટ હેઠળ ગુન્હો નોંધાતા યુવક-યુવતીની જીંદગી જોખમમાં મુકાય જાય છે. આ અંગે સગીરોમાં જાગૃતિ કેળવાય તે માટે “સંયમ” પ્રોજેક્ટ લોન્ચ કરી જીલ્લાના સગીર યુવક-યુવતીઓ સાથે પોલીસ દ્વારા પોક્સો એક્ટ અંગે વાર્તલાપ કરવામાં આવ્યો હતો. અરવલ્લી SP શૈફાલી બારવાલ અને પ્રો. ડીવાયએસપી ચિંતન પટેલ “સંયમ” પ્રોજેક્ટ અંતર્ગત મોડાસા શહેરની કે.એન.શાહ હાઈસ્કૂલમાં ધો. 11 અને 12ના વિદ્યાર્થીઓને પોક્સો એક્ટની વિવિધ જોગવાઈ અને સગીરવયે જીવનમાં સંયમ જાળવવા અંગે માર્ગદર્શન આપી સગીર વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓને મુંઝવતા પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં આવ્યું હતું.

Next Story