રાજ્યમાં ગાજવીજ સાથે છૂટો છવાયો વરસાદ પડશે, હવામાન વિભાગે કરી આગાહી

New Update
રાજ્યના 4 જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની હવામાન વિભાગે કરી  આગાહી

રાજ્યમાં ફરી એકવાર વરસાદી સિસ્ટમ એક્ટિવ થઇ ગઇ છે, ગુજરાતમાં વરસાદના બીજા રાઉન્ડમાં ઠેક ઠેકાણે વરસાદ પડી રહ્યો છે, હવામાન વિભાગની આગાહી પ્રમાણે હવે દિવસોમાં વરસાદનું જોર વધી શકે છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે, આગામી ત્રણ કલાકમાં રાજ્યમાં ફરી એકવાર વરસાદી ઝાંપટું આવી શકે છે. આગાહી પ્રમાણે, આગામી 3 કલાકમાં રાજ્યમાં ગાજવીજ સાથે છૂટો છવાયો વરસાદ પડી શકે છે. આ દરમિયાન પવનની ગતિ 40 કિમી પ્રતિ ઝડપની રહેશે.

હવામાન વિભાગ અનુસાર, આજે આગામી ત્રણ કલાકમાં અરવલ્લી, સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, દેવભૂમી દ્વારકા, રાજકોટ, ભાવનગર, બોટાદ, અમરેલી, છોટા ઉદેપુર, નવસારીમાં ગાજવીજ સાથે છુટો છવાયો વરસાદ પડી શકે છે. આ ઉપરાંત બનાસકાંઠા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, આણંદ, ખેડા, મહિસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, દીવ-દમણ, દાદરાનગર હવેલીમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.

Latest Stories