જુનાગઢ:માંગરોળ બંદરેથી શંકાસ્પદ કબૂતર મળી આવતા સુરક્ષા એજન્સીઓ સતર્ક,અજાણી ભાષામાં લખેલા લખાણથી શંકા

પગમાં ટેગ મારેલું કબુતર થાકેલુ હોય, ઉડી શકતું ન હતું. યુવાનોએ તેને પકડી તપાસતા એક પગમાં પીળા કલરના ટેગમાં આંકડામાં કોઈક નંબર લખેલા હોવાનું ધ્યાને આવ્યું

New Update
Advertisment
  • માંગરોળ બંદરથી શંકાસ્પદ કબુતર મળી આવ્યુ

  • પગમાં નંબર ટેગ અને પાંખોમાં અજાણી ભાષામાં લખાણ

  • સુરક્ષા એજન્સીઓએ શરૂ કરી તપાસ

  • મરીન પોલીસને તપાસ સોંપાઈ

  • વાંધાજનક કશું જ મળ્યું ન હોવાનો સુરક્ષા એજન્સીનો દાવો

Advertisment

જૂનાગઢ જિલ્લાના માંગરોળ બંદરેથી પગમાં નંબરો લખેલું ટેગ અને પાંખોમાં અજાણી ભાષામાં કશુંક લખેલું શંકાસ્પદ કબુતર મળી આવતા ભારે રહસ્ય સર્જાયું હતું.જૂનાગઢ જિલ્લાના માંગરોળ જુના બંદર વિસ્તારમાં યુવાનોની નજરે શંકાસ્પદ હાલતમાં કબુતર નજરે પડ્યું હતું.

પગમાં ટેગ મારેલું કબુતર થાકેલુ હોયઉડી શકતું ન હતું. યુવાનોએ તેને પકડી તપાસતા એક પગમાં પીળા કલરના ટેગમાં આંકડામાં કોઈક નંબર લખેલા હોવાનું તથા તેના બીજા પગમાં પણ કોઈ વસ્તુ હોવાનું ધ્યાને આવ્યું હતું. કબુતરની પાંખોમાં અજાણી ભાષામાં કશુંક લખેલું હતું. ત્યારબાદ આ અંગે મરીન પોલીસને જાણ કરવામાં આવી હતી અને કબુતર પોલીસને સોંપી દેવાયું હતું.

દરિયાકાંઠે શંકાસ્પદ હાલતમાં કબુતર મળી આવતા મામલાની ગંભીરતા પારખી પોલીસ સતર્ક થઈ હતી.આ ઘટનામાં નાયબ પોલીસ અધિક્ષકમરીન પોલીસ,SOG ઉપરાંત કોસ્ટગાર્ડ અને નેવી સહિતની એજન્સીઓએ તપાસ શરૂ કરી હતી.

પોલીસના મતે પ્રાથમિક તબક્કે કોઈ જાસુસી એન્ગલ કે વાંધાજનક કહી શકાય તેવું જણાતું નથી. જે તે વિસ્તારમાં કબૂતરોની યોજાતી હરીફાઈ દરમિયાન આ કબુતર અહીં આવી ચઢ્યું હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.અને વધુ તપાસ પણ કરવામાં આવી રહી છે.

Latest Stories