ગુજરાતની પ્રથમ દિકરીની ફિફા ફૂટબોલ ટીમમાં પસંદગી, આંતરરાષ્ટ્રીય સ્તર પર વધાર્યું સાબરકાંઠાનું ગૌરવ...

સાબરકાંઠા જિલ્લાની દીકરી આંતરરાષ્ટ્રીય લેવલની સાફ વુમન્સ ચેમ્પિયનશીપ ફિફા ફૂટબોલ વર્લ્ડ કપની ટીમમાં વાઈસ કેપ્ટન તરીકે નિયુક્ત થઈ છે,

ગુજરાતની પ્રથમ દિકરીની ફિફા ફૂટબોલ ટીમમાં પસંદગી, આંતરરાષ્ટ્રીય સ્તર પર વધાર્યું સાબરકાંઠાનું ગૌરવ...
New Update

સાબરકાંઠા જિલ્લાની દીકરી આંતરરાષ્ટ્રીય લેવલની સાફ વુમન્સ ચેમ્પિયનશીપ ફિફા ફૂટબોલ વર્લ્ડ કપની ટીમમાં વાઈસ કેપ્ટન તરીકે નિયુક્ત થઈ છે, ત્યારે આ દીકરી સમગ્ર ગુજરાત અને સાબરકાંઠા જીલ્લા સહીત પોતાના પરિવારનું આંતરરાષ્ટ્રીય સ્તર ગૌરવ વધાર્યું છે.

સાબરકાંઠા જિલ્લા સમાહર્તા હિતેષ કોયાની અધ્યક્ષતામાં ફેઇથ સ્કુલ ખાતે સ્પોર્ટ્સ ડેની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં સાબર સપોર્ટસ સ્ટેડિયમની દીકરી અને સ્કૂલની વિદ્યાર્થીની શુભાંગી સિંઘનું કલેક્ટર અને નગરપાલિકા પ્રમુખ તેમજ વિવિધ સંસ્થાઓ દ્વારા બહુમાન કરવામાં આવ્યું હતું. અગાઉ યુવા ખેલ સાંસ્કૃતિક વિભાગના મંત્રી હર્ષ સંઘવી દ્વારા પણ શુભાંગી સિંઘનું સન્માન કરવામાં આવ્યું હતું. આ ગુજરાતની પ્રથમ દિકરી છે, જે ઇન્ટરનેશનલ ટુર્નામેન્ટમાં પસંદગી પામી છે. શુભાંગી સિંઘના પિતા સતીશ સિંઘ મૂળ યુપીના છે, અને વર્ષોથી તાપી જિલ્લાની પેપર મિલમાં વ્યવસાય કરી રહ્યા છે. સામાન્ય વર્કરની દીકરી આજે આંતરરાષ્ટ્રીય લેવલે સાફ વુમન્સ ચેમ્પિયનશીપ ફૂટબોલ વર્લ્ડ કપની વાઈસ કેપ્ટન તરીકે નિયુક્ત થઈ છે. જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દિર્ગદ્રષ્ટી દ્વારા દરેક જિલ્લામાં સ્થાપવામાં આવેલા સ્પોર્ટ સંકુલને આભારી છે. શુભાંગી સિંઘે જણાવ્યું હતું કે, 12 વર્ષની ઉંમરથી ફૂટબોલ રમવાની શરૂઆત કરી હતી. ત્યારબાદ તેનું સિલેક્શન થતા સાબર સપોર્ટ સ્ટેડિયમ હિંમતનગર ખાતે તાલીમ અર્થે આવી હતી. હાલમાં તે 12 કોમર્સ ઇંગ્લીશ મીડીયમમાં ફેઇથ સ્કૂલમાં અભ્યાસ કરી રહી છે. સાથે ફૂટબોલની તૈયારીઓ પણ કરી રહી છે. અંડર-17માં ખેલ મહાકુંભ, રિલાયન્સ નેશનલ, સુબ્રતો નેશનલ, હેરિટેજ નેશનલ કપ ખેલો ઇન્ડિયા, એસ.જી.એફ.આઈ. જેવી નેશનલ ગેમ્સમાં ફૂટબોલ રમતમાં સારું પ્રદર્શન કરી આગળ ઇન્ટરનેશનલ લેવલે રમતની શરૂઆત કરી હતી. ઇન્ટરનેશનલ હેરિટેજ ગેમ્સમાં શુભાંગીએ ગોલ્ડ મેડલ મેળવ્યો છે. શુભાંગીનું ફ્યુચર બ્રાઇટ છે. કારણ કે, સ્પોર્ટ્સની સાથે અભ્યાસમાં પણ તે સારી છે. પોતાના લક્ષ્યને ધ્યાનમાં રાખી તે હંમેશા તૈયારીમાં જ વ્યસ્ત રહે છે. હાલમાં 12 કોમર્સની તેણે એક્ઝામ આપી છે, અને 30 તારીખથી તે ફૂટબોલની તૈયારી માટે કેમ્પમાં જોડાઇ જશે. હિંમતનગર સ્પોર્ટ્સ સ્ટેડિયમ ખાતે તેમના કોચ મોસીન મલિક અને તરુણ રોય દ્વારા ખૂબ જ સારી તાલીમ આપવામાં આવી રહી છે. દરરોજ 4 કલાક સતત તાલીમ, ફિઝિયો એક્સરસાઇઝ, ખોરાક અને આરોગ્ય દરેક બાબતોનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે. આ તમામ સગવડો નિ:શુલ્ક મળી રહી છે. તેથી ખેલાડી તરીકે પોતાની જવાબદારી અને દેશ માટે સારું પ્રદર્શન કરી ગોલ્ડ મેડલ મેળવી સૌને ગૌરવાન્વિત કરવા શુભાંગી સિંઘનું લક્ષ્ય છે.

#Gujarat #Connect Gujarat #BeyondJustNews #Girl #Gujarat's first #Selection #FIFA football team #2022 SAFF Women's Championship #Shubhangi Singh
Here are a few more articles:
Read the Next Article