/connect-gujarat/media/post_banners/2ffec9bbfb952e62b5208d55d5d8d155159c20cbf2780e88464c544574fc7673.jpg)
નવરચિત ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ તરીકે શંકર ચૌધરી અને ઉપાધ્યક્ષ તરીકે જેઠા ભરવાડની સર્વાનુમતે વરણી કરવામાં આવી છે, ત્યારે આજરોજ ગાંધીનગર ખાતે વિધાનસભાના એક દિવસીય સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું.
ગાંધીનગર ખાતે વિધાનસભાના એક દિવસના સત્રમાં શંકર ચૌધરીના અધ્યક્ષ તરીકેનો પ્રસ્તાવ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રજૂ કર્યો હતો, જેને મંત્રી ઋષિકેશ પટેલે ટેકો આપ્યો હતો. ત્યારબાદ આ પ્રસ્તાવ સર્વાનુમતે સ્વીકારવામાં આવ્યો હતો, અને શંકર ચૌધરીની અધ્યક્ષ તરીકે વરણી કરાય હતી. તો બીજી તરફ વિધાનસભા ગૃહના ઉપાધ્યક્ષ તરીકે જેઠા ભરવાડની વરણી કરાય હતી. નાણાં મંત્રી કનુ દેસાઇએ તેમના નામનો પ્રસ્તાવ મુક્યા બાદ ગૃહમાં સર્વાનુમતે ઉપાધ્યક્ષ તરીકે જેઠા ભરવાડની વરણી કરાય હતી. વિધાનસભા અધ્યક્ષ તરીકે વરણી થયા બાદ શંકર ચૌધરી જણાવ્યુ હતું કે, જે જવાબદારી મળી છે, તેને પુરી રીતે નિભાવવાનો પ્રયાસ કરીશ. વિધાનસભામાં પક્ષ-અપક્ષ તમામ સાથીઓએ સાથે લઈને ચાલવાનો પ્રયાસ કરીશ. આ સાથે જ વિધાનસભામાં નવી ટેકનોલોજીને વધુમાં વધુ ઉપયોગમાં લેવાની કામગીરી પણ કરવામાં આવશે તેવું શંકર ચૌધરીએ જણાવ્યુ હતું.
/connect-gujarat/media/media_files/2025/07/08/new-thumblain-copy-copy-2025-07-08-21-20-48.jpg)