Connect Gujarat
ગુજરાત

ભાવનગરમાં શરદ પૂનમની કરાઇ અનોખી રીતે ઉજવણી, ઊંધ્યું ખાઈને ઉજવાય છે આ પર્વ....

શરદ પૂર્ણિમાના પર્વે દૂધ પૌવા ખાઈને શરદ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવે છે, ત્યારે ભાવનગરમાં ઘેર- ઘેર ઊંધિયું બનાવવામાં આવતું હોય છે

X

ભાવનગરમાં અનોખી રીતે ઉજવાય છે શરદ પુનમ

લોકો ઊંધ્યું ખાઈને કરે છે આ પર્વની ઉજવણી

ઊંધ્યાની દુકાનો પર લાગી લાંબી લાઈનો

200થી વધુ ઊંધ્યાના સ્ટોલ લાગ્યા

કોઈપણ તહેવાર હોય પરંતુ ગોહિલવાડ ખાણીપીણી માટે કોઈ કસર છોડતાં નથી. ત્યારે આજે શરદ પૂર્ણિમાના પર્વ પર ગુજરાત ભરમાં દૂધ પૌવા ખાઈને શરદ પૂનમની ઉજવણી કરવામાં આવે છે, ત્યારે ભાવનગરના નગરજનો વર્ષોથી ઉંધ્યું પુરી ખાઈને અલગ રીતે શરદ પૂનમની ઉજવણી કરે છે.

ગુજરાતીઓ વાર-તહેવારે અવનવી વાનગીઓ બનાવીને ખાવાના ભારે શોખિન હોય છે. જેમાં શરદ પૂર્ણિમાના પર્વે દૂધ પૌવા ખાઈને શરદ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવે છે, ત્યારે ભાવનગરમાં ઘેર- ઘેર ઊંધિયું બનાવવામાં આવતું હોય છે. તો દુકાનો પર ચટાકેદાર ઊંધિયું ખરીદવા માટે લાંબી લાઈનો જોવા મળતી હોય છે. જેમાં ઊંધિયું, દહીંવડા, રસગુલ્લા અને મીઠાઈની માંગ પણ વધુ રહેતી હોય છે.

શરદ પૂર્ણિમાના પર્વ પર ફરસાણ અને રસોયા અનેક સ્ટોલ તેમજ દુકાન પર વહેલી સવારથી ઉંધિયુ બનાવવા લાગે છે. ત્યારે નગરજનોની દુકાનો પર લાંબી લાંબી લાઈનો લાગી જાય છે. કહેવાય છે કે, ભાવનગરીઓ લાખો રૂપિયાનું ઊંધિયું ઝાપટી જતાં હોય છે જો કે ઊંધિયું ભાવનગરની ખાસ વાનગી છે. તેમજ કોઈ પણ તહેવાર હોય ભાવનગર માં મોટા પ્રમાણમાં ઊંધિયાનું વેચાણ થાય છે. તેમજ શરદ પૂર્ણિમાના દિવસે દર વર્ષે ઊંધીયાના સ્ટોલ વધી જતાં હોય છે. ત્યારે આજરોજ પણ 200થી વધારે ઊંધીયાના નાના મોટા સ્ટોલ જોવા મળ્યા હતા.

Next Story