Connect Gujarat
ગુજરાત

શ્રાવણ માસ વિશેષ :પંચમહાલમાં આવેલ મરડેશ્વર મહાદેવનું અનેરૂ મહત્વ, શિવલિંગ બન્યુ છે મરડ્યા પથ્થરમાંથી

શ્રાવણ માસ વિશેષ :પંચમહાલમાં આવેલ મરડેશ્વર મહાદેવનું અનેરૂ મહત્વ, શિવલિંગ બન્યુ છે મરડ્યા પથ્થરમાંથી
X

પવિત્ર શ્રાવણમાં ભગવાન ભોળાનાથના વિવિધ સ્વરૂપોની શિવ ભક્તો આરાધના કરે છે, ગુજરાતમાં પણ અનેક સ્થળે સ્વયંભુ શિવલિંગના શિવ મંદિરો આવેલા છે, તેમાનું એક મંદિર છે મધ્યગુજરાતના પંચમહાલમાં પાલીખંડામાં આવેલું શ્રી મરડેશ્વર મહાદેવનું મંદિર...


કહેવાય છે કે આઠ ફૂટ ઊંચું શિવલિંગ સ્વયંભુ શિવલિંગ ધરાવતું શ્રી મરડેશ્વર મહાદેવનું મંદિર શિવ ભક્તોની આસ્થાનું કેન્દ્ર બન્યું છે. આ પાવનકારી મંદિર સાથે અનેક દંતકથાઓ પણ જોડાયેલી છે , આ શિવ મંદિરમાં 8 ફૂટ જેટલી ઊંચાઈ ધરાવતું મંદિર શિવ ભક્તોને આકર્ષે છે, આ શિવલિંગ મરડ્યા પથ્થરમાથી બનેલું હોવાને કારણે આ મંદિરનુ નામ શ્રી મરડેશ્વર મહાદેવ પડ્યું હોવાનું માનવમાં આવે છે.


એક દંતકથા મુજબ પુરાતન કાળમાં કેટલાક ભૂદેવો આ સ્થળે ચિંતામણિ પાથેશ્વરના શિવલિંગને મરડ માટી માથી બનાવી રહ્યા હતા, ત્યારે અહીથી કેટલાક ઋષિમુનિઓને પસાર થતાં તેમને પાણીની અંજલી છાંટતા પાથેશ્વર એક લિંગ પ્રગટ થયું હતું આ મંદિરનો ઉલ્લેખ વાલ્મીકિ રામાયણમાં મહાદેવ મુરડેશ્વર તરીકે પણ થયો છે. આ મહાદેવના શિવલિંગમાથી અવિરત જળધારા વહેતી રહે છે, અહી શ્રાવણ માહિનામાં ભક્તોનું ઘોડાપૂર ઉમટે છે, આ શિવલિંગ શિવરાત્રિના દિવસે ચોખાના દાણા જેટલું વધે તેવી પણ લોકવાયકા છે, જ્યારે આ શિવલિંગ મંદિરની છતને અડી જશે ત્યારે પ્રલય થશે તેવી પણ લોકવાયકાઓ પણ છે.

પવિત્ર શ્રાવણ માસમાં ભગવાન મરડેશ્વર મહાદેવનો અનેરો મહિમા હોવાથી ભક્તોની ભીડ જોવા મળે છે. ભગવાન ભોળાનાથના શરણે આવેલા ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે.


Next Story