/connect-gujarat/media/post_banners/a35f24a151911a63678d6cf8044b3865a46f0d11a04e5ece5ebc0697634a8a1f.webp)
સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા GIDC પાસે એક આધેડ અકસ્માત થયેલી ગંભીર હાલતમાં મળી આવતા 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા સુરેન્દ્રનગર રોડ ઉપર GIDC પાસે એક આધેડ અકસ્માત થયેલી ગંભીર હાલતમાં બેભાન પડેલ હોય, ત્યારે લોકો દ્વારા 108માં કોલ કરીને તત્કાલિક બોલાવીને ધાંગધ્રાની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, ત્યારે આ વ્યક્તિ કોણ છે તેની ઓળખ ન થતા હાજર તબીબ દ્વારા ધાંગધ્રા સીટી પોલીસને જાણ કરાતા પોલીસ તત્કાલિક હોસ્પિટલ પહોંચી હતી. ગંભીર હાલતમાં બેભાન અવસ્થામાં પડેલ વ્યક્તિને ધાંગધ્રા સીટી પોલીસ બળવંતસિંહ અને ધર્મેન્દ્રસિંહ દ્વારા સાથે જયને સુરેન્દ્રનગરની સી.યુ.શાહ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો, ત્યારે પોલીસે આ વ્યક્તિ કોણ છે, અને ક્યાંનો છે.? તે દિશામાં તપાસ હાથ ધરી હતી, ત્યારે જાણવા મળ્યું હતું કે, આ વ્યક્તિ જીસીબી ઓપરેટર છે, અને એનું નામ ગુડ્ડુ કુમાર છે, અને તેના શેઠને જાણ કરવામાં આવી હતી, ત્યારે ધાંગધ્રા સીટી પોલીસ બળવંતસિંહ તથા ધર્મેન્દ્રસિંહ એ એક મિસાલ કાયમ કરી હતી કે, ગંભીર હાલતમાં હોવાથી એનો જીવ બચે તે માટે પોલીસે પોતે ગુડ્ડુ કુમારને સારવાર માટે સુરેન્દ્રનગરની સી.યુ.શાહ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો, અને એક માનવતાની મિસાલ મહેકાવી હતી