ભાવનગર : વડવા વિસ્તાર સ્થિત મંદિરમાં તસ્કરનો હાથફેરો, દાન પેટીમાંથી રોકડ રકમની ચોરી થતાં શ્રદ્ધાળુઓમાં રોષ...

પાંચીઆઈ માતાજીના મંદિરમાં કોઈ અજાણા શખ્સે પ્રવેશી દાન પેટીમાં રાખેલ અંદાજે 2 હજારથી વધુની રોકડ રકમની ચોરી કરી ફરાર થઈ ગયો, આ અંગે પોલીસે તપાસ હાથ ધરી 

New Update
  • શહેરમાં મંદિરોમાં ચોરીના બનાવોમાં નોંધપાત્ર વધારો

  • વડવા વિસ્તાર સ્થિત બારૈયા ફળીમાં પણ થઈ છે ચોરી

  • પાંચીઆઈ માતાના મંદિરમાં અજાણા શખ્સનો હાથફેરો

  • દાનપેટીમાંથી રોકડ રકમની ચોરી થતાં શ્રદ્ધાળુઓમાં રોષ

  • મંદિરમાં ચોરી અંગે એ’ ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી 

ભાવનગર શહેરના વડવા વિસ્તારના મંદિરમાં રાખેલ દાનપેટીમાંથી રોકડ રકમની ચોરી થતા શ્રદ્ધાળુઓમાં રોષ ફેલાયો છેત્યારે આ અંગે એ’ ડિવિઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

ભાવનગર શહેરમાં છેલ્લા કેટલાક સમયથી મંદિરોમાં ચોરીના બનાવોમાં નોંધપાત્ર વધારો થયો છે. જેને લઇને શ્રદ્ધાળુઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છેત્યારે શહેરના વડવા વિસ્તાર સ્થિત બારૈયા ફળીમાં પાંચીઆઈ માતાજીનું મંદિર આવેલું છે. આ મંદિરમાં કોઈ અજાણા શખ્સે પ્રવેશી દાન પેટીમાં રાખેલ અંદાજે 2 હજારથી વધુની રોકડ રકમની ચોરી કરી ફરાર થઈ ગયો હતો.

આ બનાવની જાણ આસપાસના લોકો તથા શ્રદ્ધાળુઓને થતા તેઓમાં રોષ ફાટી નીકળ્યો છે. તો બીજી તરફસમગ્ર બાબત અંગે એ’ ડિવિઝન પોલીસને વાકેફ કરવામાં આવી હતીત્યારે હાલ તો પોલીસે મંદિરોમાં થતી ચોરી અંગે વધુ તપાસ હાથ ધરી છે.

Latest Stories