Connect Gujarat
ગુજરાત

ગુજરાતમાં રાઇટ ટુ એજ્યુકેશન હેઠળ પહેલા રાઉન્ડમાં આટલા પ્રવેશ કરાયા

રાજ્યમાં RTE હેઠળ એડમિશન પ્રક્રિયા શરૂ થઈ છે, જેમાં એડમિશન ફાળવવાનો પ્રથમ રાઉન્ડ પૂરો થયો છે.

ગુજરાતમાં રાઇટ ટુ એજ્યુકેશન હેઠળ પહેલા રાઉન્ડમાં આટલા પ્રવેશ કરાયા
X

રાજ્યમાં RTE હેઠળ એડમિશન પ્રક્રિયા શરૂ થઈ છે, જેમાં એડમિશન ફાળવવાનો પ્રથમ રાઉન્ડ પૂરો થયો છે. પ્રથમ રાઉન્ડમાં 64,463 એડમિશન એલોટ કરવામાં આવ્યા હતા. ત્યારે એલોટ થયેલ એડમિશન માંથી પણ 9583 એડમિશન અલગ અલગ કારણોસર હજી સુધી કન્ફર્મ કરવામાં આવ્યા નથી. પ્રથમ રાઉન્ડ બાદ ટૂંકમાં સમયમાં જ બીજો રાઉન્ડ જાહેર કરાશે.

શિક્ષણ વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં RTE હેઠળ પ્રથમ રાઉન્ડ 64,463 બેઠક ફાળવવામાં આવશે.આરટીઇમાં પ્રવેશ માટે 54,880 અરજી પ્રથમ રાઉન્ડ માટે આવી હતી. જેમાંથી 45297 વિદ્યાર્થીઓને એડમિશન મંજુર કરવામાં આવી હતી, જ્યારે 9583 વિદ્યાર્થીઓને કોઈ કારણસર એડમિશન કન્ફર્મ કરવામાં આવ્યાં નથી. આમ 64,463 માંથી 45297 વિદ્યાર્થીઓની અરજીને માન્ય રાખીને એડમિશન એલોટ કરવામાં આવ્યા હતા. સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં RTE અંતર્ગત એલોટ કરેલ એડમિશન કન્ફર્મ ન થવા પાછળ અલગ અલગ કારણો છે, જેમાં ગયા વર્ષે કોઈ સ્કૂલમાં 1માં ધોરણમાં બાળક ભણતું હોવા છતાં આ વર્ષે RTEનો લાભ લઈને ભણવા ફોર્મ ભર્યું હતું, પરંતુ નોંધણી નંબર હોવાથી આ પ્રકારના એડમિશન કન્ફર્મ નથી કરવામાં આવ્યા છે. RTE હેઠળ બીજો રાઉન્ડ ટૂંક સમયમાં શરૂ થશે.

Next Story