પંચમહાલSOGને મળી સફળતા
આંતરરાજ્ય વાહનચોરીનો કર્યો પર્દાફાશ
પોલીસે કરી એક વાહનચોરની ધરપકડ
રૂ.84 લાખના ત્રણ વાહનો પોલીસે કર્યા જપ્ત
ખોટા ડોક્યુમેન્ટ બનાવી વાહનનો કરતા ઉપયોગ
પંચમહાલ સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપની ટીમે આંતરરાજ્ય વાહનચોર ગેંગનો પર્દાફાશ કર્યો હતો,અને એક વાહન ચોરની ધરપકડ કરી હતી,જયારે બે આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા હતા.તેમજ રૂપિયા 84 લાખના ત્રણ વાહનો પણ પોલીસે જપ્ત કર્યા હતા.
પંચમહાલSOGએ હરિયાણા અને રાજસ્થાનમાંથી ચોરાયેલા ત્રણ વાહનો સાથે આંતરરાજ્ય વાહનચોર ગેંગનો પર્દાફાશ કર્યો હતો. પોલીસને મળેલી ગુપ્ત માહિતીના આધારે ચિખોદ્રા ગામ નજીક ત્રણ શંકાસ્પદ વાહનો અંગે તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે ચોરાયેલા વાહનોના એન્જિન અને ચેસીસ નંબર સાથે છેડછાડ કરવામાં આવી હતી.અને પોલીસે શંકાસ્પદ ત્રણ વાહન કબજે કર્યા હતા.
પોલીસે ગોધરા શહેરના ચેતનદાસ પ્લોટ વિસ્તારમાં ઝકરીયા મસ્જિદ પાસે રહેતા રમજાની સુલેમાન મદારા નામના ઈસમની ધરપકડ કરવામાં આવી હતી.પોલીસની પ્રાથમિક પૂછપરછમાં તેણે કબૂલાત કરી હતી કે ચોરાયેલા વાહનોના રંગ અને નંબર પ્લેટ બદલી, ખોટા દસ્તાવેજો બનાવી તે વાહનોનો ઉપયોગ કરતા હતા.
આ કેસમાં અન્ય બે આરોપીઓ ફેસલ યુસુફ શેખ ઉર્ફે ફેસલ ચંપા અને રાજસ્થાનના ભીલવાડાના રહેવાસી મોહમ્મદની હાલ ફરાર છે. તેમની ધરપકડ માટે પોલીસે તજવીજ શરૂ કરી છે.એસ.ઓ.જી. ટીમ દ્વારા કબ્જે કરાયેલા ત્રણેય વાહનોની કિંમત અંદાજે રૂપિયા 84 લાખ બતાવવામાં આવી છે. હાલ પોલીસે અન્ય સંડોવાયેલા શખ્સો તથા ગુનાઓ અંગે વધુ તપાસ શરૂ કરી છે.