Connect Gujarat
ગુજરાત

સોમનાથ : સરકારી જમીનમાં કરાયેલા ગેરકાયદે દબાણો પર ફરી વળ્યું તંત્રનું બુલડોઝર…

છેલ્લા કેટલાક સમયથી ગીર સોમનાથ જિલ્લામાં અને યાત્રાધામ સોમનાથ મંદિરની નજીક દબાણો વધી ગયાં હોવાની ફરિયાદો આવતી હતી.

X

ગીર સોમનાથ જિલ્લામાં તંત્ર દ્વારા મેગા ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં સરકારી જમીન પર ઊભા કરવામાં આવેલાં ગેરકાયદેસર બાંધકામોને સુરક્ષા દળને સાથે રાખી જમીનદોસ્ત કરવામાં આવ્યા હતા.

છેલ્લા કેટલાક સમયથી ગીર સોમનાથ જિલ્લામાં અને યાત્રાધામ સોમનાથ મંદિરની નજીક દબાણો વધી ગયાં હોવાની ફરિયાદો આવતી હતી. જે બાદ આખરે તંત્રએ સોમનાથમાં કાર્યવાહી હાથ ધરી છે. યાત્રાધામ સોમનાથમાં મેગા ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું. વહેલી સવારથી જ દબાણ હટાવો કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ભારે માત્રામાં પોલીસ દળ પણ આ સાથે જોડાયું છે, જ્યારે રેવન્યુ અને પોલીસ વિભાગનો મોટો કાફલો દબાણો હટાવવા પહોંચ્યો તો લોકોએ ઘરોની બહાર નીકળીને વિરોધ પણ દર્શાવ્યો હતો. જોકે, તંત્રએ આ મામલે પીછેહઠ ન કરતાં તમામ ગેરકાયદેસર દબાણોને દૂર કરવા કાર્યવાહી હાથ ધરી હતી. આ કાર્યવાહીમાં 100 જેટલાં ઝૂંપડાં અને 21 જેટલા પાક્કા મકાનો પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું. આ ઉપરાંત 17 વીઘાં જમીનને પણ દબાણોથી મુક્ત કરી દેવામાં આવી છે.

Next Story