સોમનાથ : વેરાવળમાં કંપનીમાંથી નીકળતાં ગેસથી લોકો ત્રસ્ત, રહીશોનો એસડીએમ કચેરીએ હલ્લો

વેરાવળમાં આવેલી કંપની સામે થયાં આક્ષેપો, કંપનીમાંથી પાંચ દિવસથી છોડાઇ રહયો છે ગેસ.

New Update
સોમનાથ : વેરાવળમાં કંપનીમાંથી નીકળતાં ગેસથી લોકો ત્રસ્ત, રહીશોનો એસડીએમ કચેરીએ હલ્લો

ગીર સોમનાથ જિલ્લાના વેરાવળમાં આવેલી રેયોન કંપનીમાંથી ગેસ છોડવામાં આવતો હોવાના આક્ષેપ સાથે સ્થાનિક રહીશોએ એસડીએમ કચેરી ખાતે હલ્લો બોલાવ્યો હતો.

વેરાવળ શહેરમાં આવેલાં રેયોન કંપની પ્લાન્ટમાંથી છેલ્લા 5 દિવસથી સતત ગેસ ગળતર થઇ રહ્યું હોવાની ફરિયાદો ઉઠી છે. ગેસ ગળતર બંધ કરાવવાની માંગ સાથે સ્થાનિક રહીશો એસડીએમ કચેરી ખાતે પહોંચ્યાં હતાં. સ્થાનિકોના જણાવ્યાં મુજબ કંપનીના પ્લાન્ટ માંથી વારંવાર ગેસ ગળતર થાય છે જેના કારણે લોકોના સ્વાસ્થય સામે ખતરો ઉભો થયો છે.

છાશવારે કંપનીમાં ગેસ લીકેજની ઘટના બનતી હોવાથી ખારવા સોસાયટી, પી.એન્ડ.ટી.કોલોની, મફતિયા પરા વિસ્તારમાં રહેતા હજારો રહીશો પરેશાની ભોગવી રહ્યા છે. લોકોને શ્વાસ લેવામાં તકલીફ , ગળામાં બળતરા થાય, આંખોમાં બળતરા સહિતની તકલીફો થાય છે. આ બાબતે વારંવાર રજુઆત કરવામાં આવી હોવા છતાં કોઇ પગલાં ભરવામાં આવતાં નહિ હોવાથી રહીશોમાં આક્રોશ જોવા મળી રહયો છે. જો વહીવટી તંત્ર કે કંપની કોઇ કાર્યવાહી નહી કરે તો ઉગ્ર આંદોલનની ચીમકી આપવામાં આવી છે.

Latest Stories