Connect Gujarat
ગુજરાત

ગુજરાત હાઇકોર્ટના પ્રથમ મહિલા ચીફ જસ્ટિસ તરીકે સોનિયા ગોકાણીએ શપથ ગ્રહણ કર્યા, CM ભુપેન્દ્ર પટેલ પણ રહ્યા ઉપસ્થિત

ગુજરાત હાઇકોર્ટના પ્રથમ મહિલા ચીફ જસ્ટિસ તરીકે સોનિયા ગોકાણીએ શપથ ગ્રહણ કર્યા હતા તેઓને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે શપથ ગ્રહણ કરાવ્યા હતા

X

ગુજરાત હાઇકોર્ટના પ્રથમ મહિલા ચીફ જસ્ટિસ તરીકે સોનિયા ગોકાણીએ શપથ ગ્રહણ કર્યા હતા તેઓને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે શપથ ગ્રહણ કરાવ્યા હતા

ગુજરાત ઉચ્ચ ન્યાયાલયના મુખ્ય ન્યાયાધિપતિ તરીકે કુમારી સોનિયાબેન ગોકાણીએ શપથ લીધા હતા.રાજભવનમાં યોજાયેલા શપથવિધિ સમારોહમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કુમારી સોનિયાબેન ગોકાણીને ગુજરાત ઉચ્ચ ન્યાયાલયના મુખ્ય ન્યાયાધિપતિ તરીકે શપથ લેવડાવ્યા હતા.આ શપથવિધિ સમારોહમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી, ભારતની સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિ બેલાબેન ત્રિવેદી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, અને રાજ્યના કાયદા-ન્યાય મંત્રી ઋષિકેશ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને મંચસ્થ મહાનુભાવોએ ઉચ્ચ ન્યાયાધિપતિ કુમારી સોનિયાબેન ગોકાણીને અભિનંદન પાઠવ્યા હતા

Next Story