ધો. 10 અને 12 બોર્ડની પરીક્ષાની તારીખ જાહેર: 27 ફેબ્રુ.થી 13 માર્ચ સુધી યોજાશે પરીક્ષા

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ-10 (SSC), સંસ્કૃત પ્રથમ અને ધોરણ-12 (HSC) વિજ્ઞાન પ્રવાહ તથા સામાન્ય પ્રવાહ, ઉચ્ચતર ઉત્તર

New Update
board

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ-10 (SSC), સંસ્કૃત પ્રથમ અને ધોરણ-12 (HSC) વિજ્ઞાન પ્રવાહ તથા સામાન્ય પ્રવાહ, ઉચ્ચતર ઉત્તર બનિયાદી પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, સંસ્કૃત માધ્યમના વિદ્યાર્થીઓની પરીક્ષા આગામી ફેબ્રુઆરી-માર્ચ-2025માં લેવાશે. 27 ફેબ્રુઆરી 2025થી 13 માર્ચ 2025 સુધી આ પરીક્ષા યોજાશે. આ પરીક્ષાનો કાર્યક્રમ બોર્ડની વેબસાઇટ www.gseb.org ઉપર મૂકવામાં આવ્યો છે.

Capture 1

ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનું ટાઇમ ટેબલ જાહેર કરવામાં આવ્યું છે. દર વર્ષે બોર્ડની પરીક્ષા 15 માર્ચથી શરૂ કરવામાં આવે છે. પરંતુ ચાલુ વર્ષે 15 દિવસ વહેલી પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. ધોરણ 10ની અને 12ની સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા પણ 27 ફેબ્રુઆરીથી 10 માર્ચ સુધી યોજાશે. જ્યારે ધોરણ 12ની સામાન્ય પ્રવાહ અને ઉ.ઉ.બુ પ્રવાહની 13 માર્ચ સુધી યોજાશે.

Latest Stories