/connect-gujarat/media/media_files/2025/07/07/cmo-gujarat-2025-07-07-15-34-30.jpg)
રાજ્યમાં નવા પ્રધાનમંડળની રચના બાદ પ્રધાનોને પ્રભારી જિલ્લાઓની ફાળવણી કરવામાં આવી હતી.
સુવ્યવસ્થિત સંચાલન માટે મંત્રીઓને કામગીરી સોંપવામાં આવી હતી. નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવીને વડોદરા અને ગાંધીનગર, કનુ દેસાઈને સુરત અને નવસારી, જીતુ વાઘાણીને અમરેલી અને રાજકોટ, કુંવરજી બાવળીયાને પોરબંદર અને દેવભૂમિ દ્વારકાના પ્રભારી પ્રધાનની જવાબદારી સોંપવામાં આવી હતી.
જ્યારે નરેશ પટેલને વલસાડ અને તાપી, અર્જુન મોઢવાડીયાને જામનગર અને દાહોદ, ડો.પ્રદ્યુમન વાજાને સાબરકાંઠા અને જૂનાગઢ, રમણ સોલંકીને ખેડા અને અરવલ્લીના પ્રભારી પ્રધાન બનાવાયા હતા. ઈશ્વરસિંહ પટેલને નર્મદા, મનિષા વકીલને છોટા ઉદેપુર, પરષોત્તમ સોલંકીને ગીર સોમનાથ, કાંતિલાલ અમૃતિયાને કચ્છ, રમેશ કટારાને પંચમહાલ, દર્શના વાઘેલાને સુરેન્દ્રનગર, જયરામ ગામીતને ડાંગ, સ્વરૂપજી ઠોકોરને પાટણ અને રિવાબા જાડેજાને બોટાદના પ્રભારી પ્રધાન નિયુક્ત કરવામાં આવ્યા હતા. કૌશિક વેકરીયાને ભાવનગર અને જૂનાગઢ (સહ પ્રભારી), પ્રવિણ માળીને મહેસાણા અને નર્મદા (સહ પ્રભારી), ત્રિકમ છાંગા મોરબી અને રાજકોટ (સહ પ્રભારી), કમલેશ પટેલને બનાસકાંઠા અને વડોદરા (સહ પ્રભારી) સંજય મહીડાને આણંદ અને ભરૂચ (સહ પ્રભારી), પી સી બરંડાને મહીસાગર અને દાહોદ(સહ પ્રભારી) તરીકે જવાબદારી સોંપવામાં આવી હતી.