Connect Gujarat
ગુજરાત

ડમી ઉમેદવાર તોડકાંડ મામલે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ મૌન તોડ્યું, જુઓ શું કહ્યું..!

ડમી ઉમેદવાર તોડકાંડ મામલે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ મૌન તોડ્યું છે. તેઓએ યુવરાજસિંહ જાડેજાને લઇ નિવેદન આપતા જણાવ્યું હતું

X

ડમી ઉમેદવાર તોડકાંડ મામલે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ મૌન તોડ્યું છે. તેઓએ યુવરાજસિંહ જાડેજાને લઇ નિવેદન આપતા જણાવ્યું હતું કે, રાજ્યના યુવાનો યુવરાજસિંહ જાડેજા વિષે જે માહિતી આપે છે, એના પર પોલીસ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે.

ડમી ઉમેદવાર તોડકાંડ મામલે આખરે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ મૌન તોડ્યું છે. પહેલી વખત યુવરાજસિંહ જાડેજાને લઇ નિવેદન આપતા જણાવ્યું હતું કે, રાજ્યના યુવાનો યુવરાજસિંહ જાડેજા વિષે જે માહિતી આપે એના પર પોલીસ દ્વારા કામગીરી કરવામાં આવે છે. યુવરાજસિંહે પ્લાન પ્રમાણે રકમ મેળવી નામ જાહેર ન કર્યા એ પણ એક ગંભીર ગુનો છે. યુવરાજસિંહે જે જે પુરાવા આપ્યા એ પુરાવાના આધારે પોલીસે કામ કર્યું છે. જેના પુરાવા પોલીસે સીસીટીવી સાથે રજૂ કર્યા છે. વધુમાં રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, યુવરાજના નામ પ્રમાણે કાર્યવાહી કરાય છે. તો બીજી તરફ, આગળના દિવસોમાં ઊંડાણપૂર્વક તપાસ કરાશે. કોઈને પણ આ કાંડમાં છોડવામાં આવશે નહીં આવે તેવું ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યુ હતું. આ સાથે જ ગુનેગારોનું નામ કેમ છુપાવવામાં આવ્યું તે અંગે પણ તપાસનો વિષય છે, જ્યારે યુવરાજસિંહના રાજનીતિ રમાઈ રહી હોવાના આરોપને લઈ હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, આ વિષય રાજકારણ સાથે જોડાયેલો નથી. તેઓ આપના નેતા છે, તેમના દ્વારા અપાયેલી માહિતી પર કામગીરી કરવામાં આવી રહી છે. આગળ પણ કોઈ માહિતી આપશે તો ચોક્કસ કામગીરી કરવામાં આવશે તેવું ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું.

Next Story