/connect-gujarat/media/post_banners/e13877811362376bc9e52d5e586e27b98af52da7b0acf4a332e04eb09aa7a96d.jpg)
અરવલ્લી જિલ્લાના મેઘરજના કુણોલ ગામમાં રાઠોડ ફળીમાં કાચા રસ્તાના કારણે કાદવ કીચડમાંથી પસાર થઇ બાળકો અભ્યાસ માટે જવા મજબૂર થઈ રહ્યા છે.
કેટલાક ગામોમાં આજે પણ રસ્તાની દયનીય હાલત જોવા મળી રહી છે. દેશ આઝાદ થયો છતાં પરિસ્થિતિ ન બદલાઇ, માણસની પ્રાથમિક જરૂરિયાત રોડ,રસ્તા, અને પાણી પણ આજે ગુજરાતનાં કેટલાય ગામો એવા છે જ્યાં રસ્તાની હાલત ઘણી ખરાબ છે,સરકાર કહે છે દીકરીઓ ને ભણાવો પણ જયારે દીકરીઓ ભણવા માટે તૈયાર થાય છે પણ કાદવ કીચડ વારા રસ્તામાં માંથી પસાર થઇ ને ભણવા જવા એ પણ મજબુર હશે.
ત્યારે વાત કરવામાં આવે તો મેઘરજ તાલુકાના એક દયનીય ને કાદવ કીચડ વારા રસ્તાની વાત જેમાં મેઘરજના કુણોલ ગામ જે 2500 થી વધુ વસ્તી ધરાવતું ગામ છે અને ગામમાં અલગ અલગ જ્ઞાતિ ધરાવતા લોકો વસવાટ કરે છે ત્યાં ગામમાં રાઠોડ ફળી આવેલ છે જ્યાં અંદાજિત 20 વધુ મકાન આવેલ છે અને ત્યાંના 15થી વધુ બાળકોને અભ્યાસ અર્થે શાળાએ જવા માટે માત્ર એક જ રસ્તો છે જે કાચો રસ્તો કુવા પરથી ગામ તરફ જાય છે પરંતુ હાલ આ રસ્તાની એટલી બધી હાલત ખરાબ છે કે જ્યાં જુવો ત્યાં કાદવ અને કીચડ પ્રથમ વરસાદને લીધે હાલ રસ્તાની દનીય હાલત છે.
વિધાર્થીઓ દીકરી દીકરાઓને કાદવ કીચડમાં થઇને ચપ્પલ હાથમાં લઇ ગામની શાળામાં અભ્યાસ કરવા માટે જવા મજબુર બનવું પડ્યું છે ત્યારે આ બાબતે ગામમાં જાગૃત નાગરિકના જણાવ્યા અનુસાર આ બાબતે મળતી માહિતી મુજબ ઘણીવાર રજુઆત કરવામાં આવી છે તેમ છતા આ પ્રશ્નનું કોઈ નિરાકરણ ન આવતુ હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.