પ્રોફેસર વિહોણી સરકારી કોલેજમાં હોબાળો
સરકારી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં હોબાળો
વિદ્યાર્થીઓએ કર્યું કોલેજમાં હલ્લાબોલ
પ્રોફેસરના અભાવથી શિક્ષણ કાર્ય ગૂંચવાયું
વિદ્યાર્થીઓનું ભવિષ્ય અધ્ધરતાલ
અમરેલી જિલ્લાના વડીયા ખાતેની સરકારી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ પ્રોફેસર વિહોણી બની છે,હવે કોલેજમાં આગામી બે મહિનામાં જ પરીક્ષા લેવામાં આવશે ત્યારે નિયમિત પ્રોફેસરો વગર શાળામાં વિદ્યાર્થીઓનું ભવિષ્ય અધ્ધરતાલ હોવાની લાગણી વિદ્યાર્થીઓ વ્યક્ત કરી રહ્યા છે.અને વિદ્યાર્થીઓ દ્વારા કોલેજમાં આ મુદ્દે ભારે હોબાળો કરવામાં આવ્યો હતો.
વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે 3 પ્રોફેસરોની અમદાવાદથી વડીયા કોલેજમાં બદલીનો ઓર્ડર થયો હતો,પરંતુ આજદિન સુધી એક પણ પ્રોફેસર કોલેજમાં હાજર થયા નથી.જેના કારણે કાયમી પ્રોફેસરની નિમણુંક કરવામાં ન આવતા વિદ્યાર્થીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. વધુમાં બાબરા સરકારી કોલેજના પ્રિન્સિપાલ જ ઇન્ચાર્જ પ્રિન્સિપાલ તરીકે વડીયા કોલેજમાં ફરજ બજાવતા હોવાનું પણ જાણવા મળ્યું છે.ત્યારે વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખીને નિયમિત પ્રોફેસરોની નિમણૂક કરવામાં આવે તેવી માંગ વિદ્યાર્થીઓ કરી રહ્યા છે.