/connect-gujarat/media/media_files/2025/05/04/LSNgSWIQXMgcpfRbCkZ5.jpg)
બનાસકાંઠાના પાલનપુરમાં 500 જેટલા આંબાઓ પરની કેરીઓ ખરી પડી છે. જેને કારણે આંબાવાડીના ઈજારેદારને લાખો રૂપિયાનું નુકસાન થયું છે
બનાસકાંઠામાં પડેલા કમોસમી વરસાદથી ખેડૂતોને મોટાપાયે નુકસાન થયું છે. માવઠાને કારણે વિવિધ પાકો સાથે આંબાઓ પરની કેરીના પાકને પણ નુકસાન પહોંચ્યું છે. તો ટેટીના પાકને પણ મોટું નુકસાન થયું છે.
બનાસકાંઠામાં કમોસમી વરસાદથી ખેતી પાકમાં મોટા પાયે નુકસાન થયું છે. ટેટીના પાકને મોટું નુકસાન થયું છે. એક ખેડૂતે 18 વીઘા જમીનમાં વાવેલી ટેટીઓ બગડી ગઈ છે. તો ક્યાંક વરસાદને કારણે શક્કર ટેટી બગડવા લાગી છે, ત્યારે ખેડૂતને 8 લાખ રૂપિયાથી વધુના નુકસાનનો અંદાજ છે. સર્વે કરાવીને સરકાર વળતર અપાવે તેવી ખેડૂતોની માગ છે.