Connect Gujarat
ગુજરાત

ગુજરાતના 68 જિલ્લા જજોના પ્રમોશન પર સુપ્રીમ કોર્ટનો સ્ટે,સીનિયર સિવિલ જજ કેડરના 2 અધિકારીઓએ સુપ્રીમમાં કરી હતી અરજી

સુપ્રીમ કોર્ટે શુક્રવારે ગુજરાત રાજ્યમાં જિલ્લા ન્યાયાધીશ તરીકે 68 ન્યાયિક અધિકારીઓની બઢતી પર રોક લગાવી દીધી છે.

ગુજરાતના 68 જિલ્લા જજોના પ્રમોશન પર સુપ્રીમ કોર્ટનો સ્ટે,સીનિયર સિવિલ જજ કેડરના 2 અધિકારીઓએ સુપ્રીમમાં કરી હતી અરજી
X

સુપ્રીમ કોર્ટે શુક્રવારે ગુજરાત રાજ્યમાં જિલ્લા ન્યાયાધીશ તરીકે 68 ન્યાયિક અધિકારીઓની બઢતી પર રોક લગાવી દીધી છે. કોર્ટના આદેશને બાકી રાખીને મૂળ પોસ્ટ પર પાછા મોકલવામાં આવ્યા છે. જસ્ટિસ એમઆર શાહ અને જસ્ટિસ સીટી રવિકુમારની ખંડપીઠે આ નિર્ણય આપ્યો છે. ન્યાયિક અધિકારીઓની બઢતી માટે ગુજરાત હાઈકોર્ટ દ્વારા કરાયેલી ભલામણનો અમલ કરવા માટે સરકાર દ્વારા જાહેર કરાયેલ પરિણામલક્ષી નોટિફિકેશનને બેન્ચે સ્ટે આપ્યો હતો. સુપ્રીમ કોર્ટ જસ્ટિસ એમ.આર.શાહે આદેશમાં જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે પિટિશન પેન્ડન્સી દરમિયાન નોટિફિકેશન બહાર પાડ્યું હતું અને ત્યાર બાદ કોર્ટે નોટિસ જાહેરકરી હતી. અમે હાઈકોર્ટ અને સરકારના નોટિફિકેશન પર રોક લગાવીએ છીએ. સંબંધિત બઢતી તેના મૂળ પોસ્ટ પર મોકલવામાં આવે છે. બેન્ચે તેના આદેશમાં સ્પષ્ટતા કરી હતી કે, હાલનો સ્ટે ઓર્ડર એવા પ્રમોટને લાગુ પડશે જેમના નામ મેરિટ લિસ્ટમાં પ્રથમ 68 ઉમેદવારોમાં નથ જસ્ટિસ શાહે કહ્યું કે, મેરીટ-કમ-વરિષ્ઠતાના સિદ્ધાંત પર અને યોગ્યતા કસોટીમાં પાસ થવા પર પ્રમોશન થવું જોઈએ. હાઈકોર્ટની ભલામણો અને સરકારની ત્યારબાદની સૂચના ગેરકાયદેસર છે.

Next Story