સુરત : કોલેજની પરીક્ષામાં ચોરી કરનાર ૩૦૦ વિદ્યાર્થીઓને મળી સજા,જાણો યુનિવર્સિટીએ શું પગલાં લીધા..

અંડર ગ્રેજ્યુએશનના લાસ્ટ સેમેસ્ટરની પરીક્ષા યોજાઈ યુનિવર્સિટી તંત્ર દ્વારા સ્કવોટ ની ટીમ બનાવાઇ ૩૦૦ વિદ્યાર્થીઓ અલગ અલગ રીતે ચોરી કરતાં ઝડપાયા યુનિવર્સિટી દ્વારા દંડાત્મક પગલાં હાથ ધરવામાં આવ્યા

સુરત : કોલેજની પરીક્ષામાં ચોરી કરનાર ૩૦૦ વિદ્યાર્થીઓને મળી સજા,જાણો યુનિવર્સિટીએ શું પગલાં લીધા..
New Update

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સીટીની બીકોમ સહિત અંડર ગ્રેજ્યુએશનના લાસ્ટ સેમેસ્ટરની પરીક્ષા યોજાઈ હતી કોલેજમાં માર્ચ એપ્રિલ માસમાં લેવાયેલી પરીક્ષામાં ચોરી કરતા પકડાયેલા ૩૦૦ વિદ્યાર્થીઓને સજા અને દંડની જોગવાઈ કરવામાં આવી છે..

વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સીટીની બીકોમ સહિત અંડર ગ્રેજ્યુએશનના લાસ્ટ સેમેસ્ટરની પરીક્ષા યોજાઈ હતી પરીક્ષામાં કોઈ ગેરરીતિ ન થાય તે પકડવા માટે યુનિવર્સિટી તંત્ર દ્વારા સ્કવોટ ની ટીમ બનાવાઇ હતી. સુપરવાઇઝર ચેકિંગ હાથ ધરવામાં આવી હતી. જેમાં વિદ્યાર્થીઓ ચોપડી, કાપલી,ઝેરોક્ષ, કે પછી હોલ ટિકિટ પાછળના લખાણા આધારે ચોરી કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. પકડાયા બાદ યુનિવર્સિટી કક્ષાએ ફેક્ટ કમિટી દ્વારા વિદ્યાર્થીઓનું હિયરિંગ કર્યું હતું. વિદ્યાર્થીઓના પક્ષ જાણ્યા બાદ તેના આધારે પરીક્ષામાં ગેરરીતિ કરનારા 300થી વધુ વિદ્યાર્થીઓને શૂન્ય માર્ક્સ આપવામાં આવ્યો હતો. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ કિશોરસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે 2021-2022 ની કોલેજ ની પરીક્ષા લેવામાં આવી હતી તેમાં અનેક વિદ્યાર્થીઓ ગેરરીતિ કરતા પકડાઈ ગયા હતા.હાલ પરીક્ષામાં ચોરી કરનાર ૩૦૦ જેટલા વિદ્યાર્થીઓને શૂન્યમાં આપવામાં આવ્યા છે જેથી આગળ કોઈ પરીક્ષામાં ચોરી ન કરે એ વિદ્યાર્થીઓ માટે એક દાખલો સાબિત થશે.

#ConnectGujarat #Students #stealing #Surat #University #guilty #college exams
Here are a few more articles:
Read the Next Article