New Update
/connect-gujarat/media/media_files/2025/04/12/iuQrrxHSvRdOLV8B3N0r.jpg)
સુરત પોલીસ દ્વારા એક જ દિવસમાં 17 જેટલા ઈસમો વિરુદ્ધ પાસા હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ ઉપરાંત આર.ટી.આઈ હેઠળ ખંડળી વસૂલનાર ઈસમને પણ જેલના સળિયા પાછળ ધકેલવામાં આવ્યો છે.
સમગ્ર રાજ્યમાં માથાભારે ઈસમો વિરુદ્ધ પોલીસ દ્વારા કાયદાનો સકંજો કસવામાં આવ્યો છે, ત્યારે સુરત પોલીસ દ્વારા પણ એક જ દિવસમાં 17 ઈસમો સામે પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. આ 17 ઈસમોમાં બુટલેગર, RTI કરી ખંડણી વસૂલનાર તેમજ લોકોને ધમકાવનાર અસામાજિક તત્વોનો સમાવેશ થાય છે. પોલીસે જેની સામે પાસાની કાર્યવાહી કરી છે, તેમાં કોર્પોરેટર રાજેશ મોરડીયાનો પણ સમાવેશ થયો હોવાનું પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. રાજેશ મોરડીયા સામે RTI કરી લોકો પાસેથી ખંડણી માંગવાનો ગુનો ઉતરાણ પોલીસ સ્ટેશનમાં દાખલ થયો છે. 2 ગુના દાખલ થયા બાદ રાજેશ મોરડીયાને પાસા હેઠળ મહેસાણાની જેલમાં મોકલવામાં આવ્યો છે. આ ઉપરાંત કુખ્યાત અને લોકો પાસેથી RTIના આધારે ખંડણી વસૂલનાર લલિત ડોંડાને પણ પાસા હેઠળ ભુજ જેલમાં મોકલવામાં આવ્યો હોવાનું પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. લલિત ડોંડા સામે સરથાણા પોલીસ સ્ટેશનમાં 3 ગુના દાખલ છે. આ સાથે જ પોલીસે ભરત પાટીલ અને અનિલ દાયમા નામના બુટલેગરોને પણ પાસા હેઠળ અમદાવાદ જેલમાં મોકલ્યા છે. તો બીજી તરફ, કાપડ માર્કેટમાં અવારનવાર લોકો સાથે ચેટિંગ કરતાં 4 આરોપીઓની પાસા હેઠળ અટકાયત કરવામાં આવી છે. જેમાં શૈલેષ ખેની, દિનેશ પાટીલ, આબિદ રીઝવાની અને અનિલકુમાર મિશ્રાનો સમાવેશ થયો હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે. પોલીસે શૈલેષકુમાર અને આબિદને અમદાવાદની જેલમાં, જ્યારે દિનેશ તેમજ સુનિલકુમારને ભુજની જેલમાં પાસા હેઠળ ધકેલ્યા છે. તો બીજી તરફ સુરત પોલીસની કડક કાર્યવાહીના પગલે અસામાજિક તત્વોમાં ફાફડાટ ફેલાઈ જવા પામ્યો છે.
Latest Stories