સુરત : 10 દિવસની પૂજા-અર્ચના બાદ ભારે હૈયે શ્રીજીનું વિસર્જન

ગુજરાત | Featured | સમાચાર, સુરત શહેર તથા જીલ્લામાં 10 દિવસની પૂજા અર્ચના બાદ આજે અનંત ચૌદશના દિવસે ભારે હૈયે ગણપતિ બાપ્પાનું વિસર્જન કરવામાં આવી રહ્યું છે.

New Update

આજે અનંત ચૌદશના દિવસે ઠેર ઠેર શ્રીજીનું વિસર્જન

10 દિવસની પૂજા અર્ચના બાદ ગણેશજીનું વિસર્જન

શહેર તથા જીલ્લામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો

ભારે હૈયે ગણેશજીનું કરવામાં આવી રહ્યું છે વિસર્જન

ક્યાંક હર્ષોલ્લાસ તો ક્યાંક અનેક ભાવિકો ભાવુક બન્યા

સુરત શહેર તથા જીલ્લામાં 10 દિવસની પૂજા અર્ચના બાદ આજે અનંત ચૌદશના દિવસે ભારે હૈયે ગણપતિ બાપ્પાનું વિસર્જન કરવામાં આવી રહ્યું છે.

આજે અનંત ચર્તુદર્શી છેત્યારે 10 દિવસ સુધી લોકોએ રંગેચંગ ગણેશોત્સવ ઉજવ્યો હતો. આજે બપ્પાની વિદાય માટે ભાવિકો ડીજેતો ઢોલ નગારાના તાલ સાથે નીકળી રહ્યા છેત્યારે સુરત શહેર તથા જીલ્લામાં પણ વહેલી સવારથી જ ગણેશ વિસર્જનનો માહોલ જામ્યો છેજ્યાં 10 દિવસની પૂજા અર્ચના બાદ ભારે હૈયે બાપ્પાનું વિસર્જન કરવામાં આવી રહ્યું છે. સુરતના ધારાસભ્ય સહિતના આગેવાનો તેમજ ઉચ્ચ અધિકારીઓએ શ્રીજીનું પૂજન અર્ચન કરી વિસર્જન યાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો. સુરતમાં 5 ફૂટથી મોટી મહાકાય મૂર્તિનું વિસર્જન હજીરા દરિયા કિનારે 16 જેટલી ક્રેઇન થકી કરવામાં આવી રહ્યું છે. હાલ શાંતિપૂર્ણ માહોલ વચ્ચે શ્રીજી વિસર્જન શરૂ કરવામાં આવી રહ્યું છે. ક્યાંક હર્ષોલ્લાસ સાથે તો ક્યાંક બાપાની વિદાયથી ભાવિકો ભાવુક બની રહ્યા છે. તો બીજી તરફકોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે શહેર તથા જીલ્લામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

 

Latest Stories