સુરતની લાજપોર જેલમાં ચાર મહિનાથી જેલવાસ ભોગવી રહેલાં પાસના નેતા અલ્પેશ કથિરીયાને કોર્ટે જામીન આપ્યાં છે. જામીન મુકત થયેલાં અલ્પેશ કથિરીયાનું જેલની બહાર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
રાજયમાં પાટીદાર અનામત આંદોલન દરમિયાન મહત્વની ભુમિકા ભજવનારા અલ્પેશ કથિરીયા જેલમુકત થયો છે. કોર્ટે જામીન મંજુર કર્યા બાદ ગુરૂવારે સવારે તેનો જેલવાસ સમાપ્ત થયો હતો. કોંગ્રેસના નેતા અને પાટીદાર આંદોલનના પ્રણેતા હાર્દિક પટેલ પણ લાજપોર જેલની બહાર હાજર રહયાં હતાં. હાર્દિક પટેલ અને ધાર્મિક માલવીય સહિતના આગેવાનો અને કાર્યકરોએ અલ્પેશ કથિરીયાનું સ્વાગત કર્યું હતું.
લાજપોર જેલની બહાર અલ્પેશના સ્વાગત માટે હાજર રહેલાં કોંગ્રેસના નેતા હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, જનહિતમાં આંદોલન કે લડાઇ ચલાવી રહેલાં લોકોને પ્રોત્સાહન મળવું જોઇએ અને અલ્પેશને પ્રોત્સાહન મળે તે માટે તેઓ અહીં હાજર છે. વધુમાં હાર્દિક પટેલે આમ આદમી પાર્ટી તથા સુરતમાં મનપાની ચુંટણી પહેલાં કોંગ્રેસ અને પાસના નેતાઓ વચ્ચે થયેલાં વિવાદ અંગે કરાયેલા પ્રશ્નોના પણ ઉત્તર આપ્યાં હતાં. આવો જોઇએ શું કહયું હાર્દિક પટેલે.