New Update
/connect-gujarat/media/media_files/2025/04/29/lPhxFo7qxfL7wXsfMYs2.jpg)
ભારત વિકાસ પરિષદ, ગુજરાત દક્ષિણ પ્રાંતની વાર્ષિક સાધારણ સભાનું સુરત ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. આ AGM માં ગુજરાત દક્ષિણ પ્રાંતની બધી શાખાઓનાં પદાધિકારીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
આ સભામાં વીર નર્મદ યુનિવર્સીટીના કુલપતિ ડો. કિશોરસિંહ એન ચાવડાએ ઉપસ્થિત રહી જણાવ્યું હતું કે આજના સમયમાં ત્રણ પેઢી એકસાથે કાર્ય કરી સમાજમાં મુલ્ય આધારિત પરિવારોની જાળવણી માટે પ્રયત્ન કરવા સુચન કર્યું. મુખ્ય અતિથી તરીકે ઉપસ્થિત SGCCIના પ્રમુખ વિજય મેવાવાલાએ જણાવ્યું હતું કે કોઈપણ સામાજિક સંસ્થામાં પદની લડાઈ ના થાય અને નિવૃત થતાં પદાધિકારીઓનું માન પણ જળવાઈ રહે એ માટે સંસ્થાએ પ્રયત્ન કરવાં જોઈએ વળી આ સંસ્થા પદને જવાબદારી તરીકે વર્ણવે છે એ ખુબ આવકારદાયક છે. આ બેઠકમાં સુરત IDIના ચેરમેન દિનેશ નાવડિયા,સંગઠન મંત્રી પ્રફુલગીરી ગોસ્વામી સહિતના આમંત્રીતો અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
/connect-gujarat/media/media_files/2025/04/29/vAzOE24wEsjIS5rcafPB.jpg)
ભારત વિકાસ પરિષદ ગુજરાત દક્ષિણ પ્રાંતની ૨૦૨૫-૨૬ માટે નવી કારોબારીની જાહેરાત કરવામાં આવી હતી જેમાં અધ્યક્ષ ધર્મેશ શાહની વરણી કરવામાં આવી હતી. નવાં વર્ષ ૨૦૨૫-૨૬માં કાર્ય વિસ્તાર માટે પ્રધુમન જરીવાલા (કોષાધ્યક્ષ), આયુષી સભરવાલ (મહિલા સંયોજિકા), દિલીપ ચાસ્માંવાલા અને નરેશ ઠક્કર (ઉપાધ્યક્ષ), યોગેશ પારીક (સહમંત્રી), પ્રકલ્પ કન્વીનરો વિરેન્દ્રસિંહ ખેર-પ્રકાશ સલુજા-લક્ષ્મણ પારેખ-કીર્તિ દવે. રૂપલ જોષી(સહસંયોજીકા), મનિષા પટેલ(યુવા સંયોજિકા), ફાલ્ગુની પટેલ(સ્વદેશી સંયોજિકા), વિપુલ જરીવાલા-વિપિન પાઠક (જીલ્લા સંયોજકો) અને અન્ય સદસ્યોની નિયુક્તિ કરવામાં આવી હતી. નવનિયુક્ત દરેક પદાધિકારીઓએ ભારત વિકાસ પરિષદનાં કાર્ય વિસ્તાર માટે સંકલ્પ લીધો હતો.
આ પ્રસંગે ભારત વિકાસ પરિષદની વિવિધ શાખાઓના પદાધિકારીઓનું ઉત્કૃષ્ટ કામગીરી બદલ એવોર્ડ આપી સન્માન પણ કરવામાં આવ્યું હતું.