Connect Gujarat
ગુજરાત

સુરત: એન્જીનિયરીંગ કોલેજના વિદ્યાર્થીઓએ વિકસાવ્યું ઇલેક્ટ્રીક વાહન, ચાર્જ કર્યા બાદ 200 કી.મી.ફરી શકશે

પલસાણા ખાતે આવેલ જે.એચ.ડી કોલેજના વિદ્યાર્થીઓએ બનાવ્યો પ્રોજેકટ,પ્રદૂષણ અટકાવવા વિદ્યાર્થીઓએ ઇલેક્ટ્રિક વાહન વિકસાવ્યું.

X

સુરતના પલસાણા ખાતે આવેલ જે.એચ.ડી કોલેજના વિદ્યાર્થીઓએ ભવિષ્યમાં ઉપયોગમાં લઈ શકાય તેવા અનોખા મોડ્યુલ બનાવ્યા છે. વધતું જતું ગ્લોબલ વોર્મિંગ અને પ્રદૂષણ અટકાવવા વિદ્યાર્થીઓએ ઇલેક્ટ્રિક વાહન વિકસાવ્યું છે. ઈલેક્ટ્રીક ગો કાર્ટ મોડ્યુલ બનાવી રાજ્યમાં પ્રથમ ક્રમે વિજેતા બન્યા છે.

હાલ સમગ્ર વિશ્વ છે તે ગ્લોબલ વોર્મિંગ થી પીડાઈ રહ્યું છે. વિશ્વ તેમજ દેશ પ્રદૂષણ મુક્ત બનવવા ઇલેક્ટ્રિક સંસાધનો તરફ વળી રહ્યા છે. પેટ્રોલ ડીઝલના વાહનો થી વાતાવરણમાં ફેલાતા પ્રદૂષણ અંગે સરકાર ખાસ ભાર મૂકી રહી છે. બસ હોય , કાર, હોય કે મોટર સાયકલ હોય હવે ઇલેક્ટ્રિક વાહનોનું ચલણ વધ્યું છે. ત્યારે આજ બાબતને ધ્યાનમાં રાખી પલસાણામાં આવેલા જ્યવંતરાય હરરાય દેસાઈ પોલિટેક્નિક કોલેજનાં ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ વિભાગમાં છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ એક અનોખું ઇલેક્ટ્રિક વાહન વિકસાવ્યું છે. વધતા જતા પ્રદૂષણ અને પેટ્રોલ ડીઝલ ના વધતા જતા ભાવ સામે આ ઇલેક્ટ્રિક ગો કાર્ટ નામનું વ્હીકલ ઘણું ફાયદાકારક નીવડી શકે છે તેવો વિશ્વાસ પ્રોજેકટ ના માર્ગદર્શક રોનક મહેતાએ વ્યક્ત કર્યો છે.

આ ઇલેક્ટ્રિક ગો કાર્ટને વિદ્યાર્થીઓ દ્વારા બેટરી, વાયર હારનેશ, મોટર તેમજ લોખડની ચેચીસ જેવી સેકન્ડ હેન્ડ વસ્તુઓની ખરીદી કરી વેસ્ટમાંથી બેસ્ટ અને બેસ્ટ માંથી બેસ્ટેસ્ટ બનાવવા પ્રયત્નો કર્યા હતો. આશરે ત્રણ મહિનાની મહેનત બાદ તેઓએ આ પ્રોજેકટ ને એકદમ સફળતા પૂર્વક પાર પડ્યો છે. આ ગો કાર્ટ બેટરી ચાર્જ કરી એક વારમાં ૨૦૦ કિમિ જેટલું અંતર કાપી શકે છે.

આજ પ્રોજેકટ સાથે વિદ્યાર્થીઓએ પુને સ્થિત મરાઠાવાદ મિત્રમલ્સ ઇન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજી કોલેજ દ્વારા આયોજીત સ્ટેટ લેવલ પ્રોજેક્ટ કોમ્પિટિશન ટેકનો સાઇ ૨૦૨૧માં "ડીઝાઇન એન્ડ ડેવેલોપમેન્ટ ઓફ ઈલેક્ટ્રીક ગો કાર્ટ" વિષય પર પ્રોજેક્ટ રજૂ કર્યો. આ સ્ટેટ લેવલ પ્રોજેક્ટ કોમ્પિટિશનમાં વિવિધ કોલજોની ૫૬ ટીમે ભાગ લીધો હતો. આ કોમ્પિટિશનમાં પલસાણાની કોલેજનાં વિદ્યાર્થીઓ પ્રથમ ક્રમે વિજેતા બન્યા છે. અને તેઓને આજ વહીકલ વધુ સારી રીતે વિકસાવવા માટે પ્રોત્સાહન પણ અપાઈ રહ્યું છે.

મહત્વનું છે કે એક તરફ દેશમાં પેટ્રોલ, ડીઝલ, પ્રદુષણ અને મોંઘવારી મુદ્દે વિવિધ પાર્ટીઓ આંદોલન કરી રહી છે. ત્યારે દેશનું ભવિષ્ય ગણાતા વિદ્યાર્થીઓ ભાવિનો વિચાર કરી તેનો અમલ કંઈક આ રીતે કરી રહ્યા છે. અને તેને લોકો આવકારી પણ રહ્યા છે.

Next Story