Connect Gujarat
ગુજરાત

સુરત: માંગરોળના દીણોડ ગામે ૧ મહિના અગાઉ થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો, પૌત્રીએ જ ઘરમાં ચોરી કરી હોવાનો ખુલાસો

સુરત માંગરોળ તાલુકાના દીનોદ ગામે એક મહિના પહેલા પરિવારજનો ઘરમાં સૂતા હતા, ત્યારે કબાટની અંદરથી ચોરી થઈ હતી.

X

સુરતના માંગરોળના દીણોડ ગામે ૧ મહિના અગાઉ થયેલી ચોરીનો ભેદ જિલ્લા એલસીબી પોલીસે ઉકેલી નાખ્યો છે.

સુરત માંગરોળ તાલુકાના દીનોદ ગામે એક મહિના પહેલા પરિવારજનો ઘરમાં સૂતા હતા, ત્યારે કબાટની અંદરથી ચોરી થઈ હતી. જેમાં પરિવારે પોતાના પુત્રના લગ્ન માટે જમીન વેચીને બચાવેલા પાંચ લાખ રૂપિયાની રોકડ ચોરાઈ ગઈ હતી આ ઘટનામાં પોલીસ તપાસમાં ચોકાવનારી હકીકત સામે આવી છે,ચોરીની સમગ્ર ઘટનામાં ઘરની પૌત્રી જ ચોરીની ઘટનાની માસ્ટર માઇન્ડ નીકળી છે,પોતાના દાદીના ઘરે ચોરી કરવા માટે પૌત્રીએ જ મિત્રને ટીપ આપી હતી અને ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો,ભોગ બનનાર પરિવારને આ ચોરીની ઘટના પાછળ પોતાની પૌત્રી જ હોવાની જાણ થતાં પરિવારના તમામ સભ્યોની પગ તળેથી જમીન ખસી પડી હતી,પોતાની જ પૌત્રીએ પૈસા માટે આ પ્રકારનું હલકું કારસ્તાન કરતાં પરિવારે પૌત્રી ઉપર ફિટકાર વરસાવ્યો હતો.

Next Story