Connect Gujarat
ગુજરાત

સુરત : મનપા સંચાલિત સરકારી શાળામાં એડમિશન માટે ધસારો, ખાનગી સ્કૂલોને ટક્કર મારે તેવી સ્થિતિ સર્જાય

સુમન સરકારી શાળામાં એડમિશન માટે આવી અરજી,1560 બેઠક સામે એડમિશન માટે 2029 અરજી આવી.

X

સુરત મહાનગરપાલિકા સચાલીત સુમન સરકારી શાળામાં એડમિશન માટે ઘસારો જોવા મળી રહ્યો છે. આ વખતે કોરોનાની મહામારીને લઈને એડમિશન પ્રક્રિયા ઓનલાઈન રાખવામાં આવી હતી. જોકે, ધોરણ 11માં પ્રવેશ મેળવવા માટે આ વર્ષે 1560ની બેઠક સામે 2029 જેટલી અરજીઓ આવી હતી, ત્યારે આ શાળા હવે ખાનગી સ્કૂલોને ટક્કર મારે તેવી સ્થિતિ સર્જાઈ છે.

સામાન્ય રીતે સરકારી અથવા તો, સમિતિની સ્કૂલોમાં બાળકોને અભ્યાસ અર્થે મુકતા પહેલા વાલીઓમાં કચવાટ જોવા મળતો હોય છે, ત્યારે હવે સરકારી શાળામાં મળતી સારી સુવિધાના કારણે વાલીઓ પણ સરકારી શાળાની પસંદગી કરી રહ્યા છે. છેલ્લા ત્રણેક વર્ષથી સારા શિક્ષણના કારણે ખાનગી સ્કુલના વિદ્યાર્થીઓને સરકારી શાળાનું શિક્ષણ પોતાની તરફ ખેંચી રહ્યું છે. સુરત મહાનગરપાલિકા સચાલીત સુમન શાળામાં ધોરણ 11માં પ્રવેશ માટે લોકોએ સરકારી શાળાની પસંદગી કરી છે. આ શાળામાં ધોરણ 11માં પ્રવેશ માટે 2845 જેટલા ફોર્મનું વિતરણ કરવામાં આવ્યું હતું. જે પૈકી 1560 બેઠક સામે 2029 અરજીઓ આવી છે. જેમાં આર્ટ્સમાં 205, કોમર્સમાં 1763 અને સાયન્સમાં 61 વિદ્યાર્થીઓએ અરજી કરી છે, ત્યારે સુમન સરકારી શાળા દ્વારા વિદ્યાર્થીઓને પ્રવેશ આપ્યા બાદ એક વર્ગમાં 65 વિદ્યાર્થીઓનો સમાવેશ કરી શિક્ષણ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

Next Story