Connect Gujarat
ગુજરાત

સુરત : ઓલપાડ ખેડુતોને હવે 8ના બદલે 10 કલાક સુધી અપાશે વીજળી, જુઓ શું કહે છે ખેડુતો

બોરવેલમાંથી પાણી ખેંચી શકાય તે માટે નિર્ણય, સરકારના નિર્ણયને ખેડુતોએ આપ્યો આવકાર.

X

ગુજરાતમાં વરસાદ ખેંચાઇ ગયો છે ત્યારે સરકારે ખેડુતોને દરરોજ આઠના બદલે 10 કલાક સુધી વીજળી આપવાનો નિર્ણય કર્યો છે. બે કલાક વધારે વીજળી મળવાથી ખેડુતો બોરવેલમાંથી વધારે પાણી ખેંચી શકશે અને પાકની સિંચાઇ કરી શકશે.

એક મહિના અગાઉ તૌકતે વાવાઝોડાને પગલે ખેડૂતોને વ્યાપક નુક્શાન થયું હતું. હાલ ચોમાસુ પાછું ખેંચાયું જેને પગલે ખેડૂતોને પડવા પર પાટુ સમાન છે. ત્યારે રાજ્ય સરકારે આજ બાબત ને ધ્યાન આ રાખી સરકારે ધરતીપુત્રોને હવે ખેતી માટે એગ્રીકલ્ચર વીજ પુરવઠો ૮ બદલે ૧૦ કલાક આપવાની જાહેરાત કરી છે. 2 કલાક વધુ વીજ પુરવઠો મળવાથી ખેડૂતોના પાક ઉત્પાદન માં રાહત રૂપી સાબિત થશે. ઓલપાડ તાલુકાના ખેડૂતો સરકાર ના આજ નિર્ણય ને આવકારી રહ્યા છે.

Next Story