Connect Gujarat
ગુજરાત

સુરત:પાસ કન્વીનર અલ્પેશ કથીરિયા પર રિક્ષા ચાલકે કર્યો હુમલો,રિક્ષા સરખી ચલાવવાનું કહેતા લાકડાના ફટકા માર્યા

સુરતમાં પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર અલ્પેશ કથીરિયા પર રિક્સા ચાલકે હુમલો કરતા ચકચાર મચી જવા પામી છે

X

સુરતમાં પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર અલ્પેશ કથીરિયા પર રિક્સા ચાલકે હુમલો કરતા ચકચાર મચી જવા પામી છે.

પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર અલ્પેશ કથીરિયા ઉપર હુમલો થવાની ઘટના સામે આવી છે. આજે સવારે અલ્પેશ કથીરિયા હોસ્પિટલ ખાતે તેમના નજીકના વ્યક્તિની ખબર અંતર પૂછવા માટે જઈ રહ્યા હતા. દરમિયાન કાપોદ્રા પોલીસ સ્ટેશન પાસેથી પસાર થતા હતા તે સમયે રિક્ષાચાલકને રિક્ષા સરખી ચલાવવાનું કહેતા રિક્ષાચાલક ઉશ્કેરાઈ ગયો હતો અને લાકડાના ફટકાના ત્રણ ઘા માર્યા હતા. ત્યારબાદ ટોળું એકઠું થઈ ગયું હતું. ટોળું રિક્ષાચલકને પકડવા દોડ્યું પણ રિક્ષાચાલક ભાગી ગયો હતો. સવારના સમયે કાપોદ્રા પોલીસ સ્ટેશનથી માત્ર 500 મીટરના અંતરે અલ્પેશ કથીરિયા હોસ્પિટલ તરફ જવા નીકળ્યા હતા.

અલ્પેશ કથીરિયા બાઈક પર સવાર હતા અને તેની આગળ રીક્ષાચાલક રિક્ષા ચલાવી રહ્યો હતો. બેફામ રીતે રીક્ષા ચાલતતા રિક્ષાચાલકને અલ્પેશ કથેરીયાએ રોકીને કહ્યું કે આવી રીતે કેમ રિક્ષા ચલાવે છે. સરખી રીતે રિક્ષા ચલાવ. રિક્ષાચાલકે કહ્યું કે ઉભો રહે એમ કહીને રિક્ષામાંથી લાકડાનો ફટકો કાઢી અલ્પેશ કથીરિયાને ત્રણ ઘા માર્યા હતા. જેને લઈને અલ્પેશ કથીરિયાને હાથમાં ઈજા થઈ હતી.સમગ્ર મમલી કાપોદ્રા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Next Story