/connect-gujarat/media/media_files/2025/02/28/k8Zq1ApJZGM1r1VlU99y.jpg)
લોકસભાની ચૂંટણીમાં ભાજપની ભવ્ય જીત બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહેલીવાર સુરતની મુલાકાતે આવી રહ્યા છે, ત્યારે સુરત ખાતે PM મોદીના આગમન પૂર્વે જિલ્લા પંચાયત કચેરી ખાતે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી તથા વન અને પર્યાવરણ મંત્રી મુકેશ પટેલના અધ્યક્ષસ્થાને બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
તાજેતરમાં જ લોકસભાની ચૂંટણી યોજાય હતી. જેમાં ભારતીય જનતા પાર્ટીની ભવ્ય જીત થઈ છે, ત્યારે ભાજપની ભવ્ય જીત બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહેલીવાર સુરતની મુલાકાતે આવી રહ્યા છે. આગામી તા. 7મી માર્ચના રોજ સુરત શહેરના લિંબાયત વિસ્તારમાં સ્થિત નીલગીરી ગ્રાઉન્ડ ખાતે વૃદ્ધ સહાય પેન્શન યોજના અંતર્ગત જનસભાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વૃદ્ધ સહાય, વિધવા સહાય અને દિવ્યાંગ સહાય યોજનાના લાભાર્થીઓને NFSAમાં સમાવેશ કરવાની યોજના ઘડવામાં આવી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરતના લિંબાયત-નીલગીરી ગ્રાઉન્ડ ખાતે અગાઉ પણ મોટી જનસભાને સંબોધી ચૂક્યા છે. જોકે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે પણ સુરતના પ્રવાસે હોય, ત્યારે તેમના સ્વાગત માટે ભવ્ય રોડ-શોનું પણ આયોજન કરવામાં આવે છે. આ વખતે પણ મોટો રોડ-શો યોજાઇ શકે તેવી શક્યતા વર્તાય રહી છે, ત્યારે PM મોદીના આગમન પૂર્વે સુરત જિલ્લા પંચાયત કચેરી ખાતે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી તથા વન અને પર્યાવરણ મંત્રી મુકેશ પટેલના અધ્યક્ષસ્થાને બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં જિલ્લા પંચાયતના પદાધિકારીઓ, પોલીસ અધિકારીઓ, સુરત મહાનગરપાલિકાના તમામ હોદ્દેદરો ઉપસ્થિત રહ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમને લઈ બેઠકમાં વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. આ સાથે જ પોલીસ સહિત તંત્રના અધિકારીઓને માર્ગદર્શન સહિત જરૂરી સૂચનો પણ કરવામાં આવ્યા હતા.