સુરત : એમ્બ્યુલન્સની આડમાં દારૂની હેરાફેરીનો પોલીસે કર્યો પર્દાફાશ

સરથાણા પોલીસે બાતમીના આધારે ચોરીછુપીથી એમ્બ્યુલન્સમાં લઇ જવાતો રૂ. 1.69 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડી આરોપીને વોન્ટેડ જાહેર કરી તેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.

New Update

દારૂની હેરાફેરી માટે બુટેલગરો દ્વારા અવનવા કીમિયા

એમ્બ્યુલન્સની આડમાં લઈ જવાતો હતો દારૂનો જથ્થો

પોલીસ દ્વારા બાતમીના આધારે દરોડો કરવામાં આવ્યો

એમ્બ્યુલન્સમાં લઇ જવાતો રૂ. 1.69 લાખનો દારૂ જપ્ત

પોલીસ દ્વારા ઈસમની ધરપકડઅન્ય આરોપી વોન્ટેડ

 સુરત શહેરમાં એમ્બ્યુલન્સની આડમાં લઈ જવાતા લાખો રૂપિયાના દારૂના જથ્થા સાથે સરથાણા પોલીસે એક ઈસમની ધરપકડ કરી છેજ્યારે અન્ય એક આરોપીને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.

 આમ તોદારૂની હેરાફેરી માટે બુટેલગરો અવનવા કીમિયા અપનાવતા હોય છેજેનો પોલીસ દ્વારા અવારનવાર પર્દાફાશ પણ કરવામાં આવે છેત્યારે સુરત શહેરમાંથી આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સુરતમાં એમ્બ્યુલન્સની આડમાં વિદેશી દારૂની હેરાફેરીનો પોલીસે પર્દાફાશ કર્યો છે.

સરથાણા પોલીસે બાતમીના આધારે ચોરીછુપીથી એમ્બ્યુલન્સમાં લઇ જવાતો રૂ. 1.69 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. સમગ્ર મામલે પોલીસે આરોપી નરેશ બિશ્નોઈની ધરપકડ કરી છેજ્યારે કિશન બિશ્નોઈ નામના આરોપીને વોન્ટેડ જાહેર તેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.

Latest Stories