"હથકડી" સાથે અમદાવાદ પોલીસના જાપ્તામાંથી નાસી છૂટેલા આરોપીને સુરત પોલીસે ઝડપી પાડ્યો...

અમદાવાદ સીઆઈડી ક્રાઇમ સાયબર સેલના પોલીસ જાપ્તામાંથી 8 ગુનામાં સંડોવાયેલો એક રીઢો આરોપી હથકડી સાથે નાસી છૂટ્યો હતો.

New Update
"હથકડી" સાથે અમદાવાદ પોલીસના જાપ્તામાંથી નાસી છૂટેલા આરોપીને સુરત પોલીસે ઝડપી પાડ્યો...

અમદાવાદ સીઆઈડી ક્રાઇમ સાયબર સેલના પોલીસ જાપ્તામાંથી 8 ગુનામાં સંડોવાયેલો એક રીઢો આરોપી હથકડી સાથે નાસી છૂટ્યો હતો. ઘટનાના પગલે સુરત પોલીસને બાતમી મળતા કતારગામ વિસ્તારમાંથી આરોપીની ધરપકડ કરી હતી.

અમદાવાદ સીઆઇડી ક્રાઈમ સાયબર સેલે એક આરોપીને ડુપ્લીકેટ લાયસન્સ અને ડુપ્લીકેટ દસ્તાવેજ થકી લોન લેવાના ગુન્હામાં ધરપકડ કરી હતી. જે આરોપીને તા. 21 ઓગષ્ટના રોજ ઝડપી પાડવામાં આવ્યો હતો. જોકે, આરોપી પોલીસ જાપ્તામાંથી હથકડી સાથે ભાગી છૂટ્યો હતો. આ આરોપીએ ગુજરાતના વિવિધ શહેરોમાં 8 ગુના આચરેલા હતા. આરોપી નાસી છૂટતા સુરત પોલીસને પણ જાણ કરવામાં આવી હતી. આથી સુરત પોલીસ પણ કામે લાગી હતી. તે દરમ્યાન સુરત ક્રાઈમ બ્રાન્ચના પીએસઆઈને બાતમી મળી હતી કે, આરોપી સુરતના કતારગામ સ્થિત કિરણ હોસ્પિટલ પાસે આવવાનો છે. આથી ક્રાઈમ બ્રાન્ચ પોલીસે વોચ ગોઠવી હતી, ત્યારે આરોપી ત્યાં આવતા જ ક્રાઈમ બ્રાન્ચ પોલીસે આરોપીને દબોચી લીધો હતો. આ આરોપીએ ગુજરાતમાં અનેક જગ્યાએ ખોટા દસ્તાવેજ અને ડુપ્લીકેટ લાયસન્સ થકી લોન લીધી હતી. પૂછપરછ દરમ્યાન આરોપીએ પોતાના હાથે રહેલી હથકડીને તોડી તાપી નદીમાં ફેંકી દીધી હોવાનું જણાવ્યુ હતું, ત્યારે હાલ તો ક્રાઈમ બ્રાન્ચ પોલીસે રીઢા આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Latest Stories