સુરત-રાજકોટ,ભાવનગર-જામનગરને મળ્યા નવા મેયર,કહી ખુશી કહી ગમનો માહોલ

ભાવનગરના નવા મેયર તરીકે ભરત બારડ અને ડેપ્યુટી મેયર તરીકે મોના પારેખના નામ પર મહોર લાગી છે

New Update
સુરત-રાજકોટ,ભાવનગર-જામનગરને મળ્યા નવા મેયર,કહી ખુશી કહી ગમનો માહોલ

સુરત રાજકોટ ભાવનગર અને જામનગરના નવા મેયર જાહેર થતા કહી ખુશી કહી ગમના દ્રશ્યો જોવા મળ્યા હતા સુરત મહાનગરપાલિકાના 38માં મેયર પદે દક્ષેશ માવાણી જાહેર થયા છે. જ્યારે સ્થાયી સમિતિના અધ્યક્ષ તરીકે રાજન પટેલ, દંડક ધર્મેશ વાણયાવાળા, ડેપ્યુટી મેયર તરીકે નરેન્દ્ર પાટીલ, શાસક પક્ષના નેતા તરીકે શશી ત્રિપાઠીની નિમણૂક કરવામાં આવી છે. જ્યારે રાજકોટમાં મેયર પદ માટે નયનાબેન પેઢડિયાને જાહેર કરવામાં આવ્યા છે. જ્યારે મેયર પદની રેસમાં છેલ્લે સુધી જ્યોત્સના ટીલાળાનું નામ ચાલી રહ્યું હતું. જ્યારે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે જયમીન ઠાકરની નિમણૂક કરવામાં આવી છે.

ભાવનગર અને જામનગર મહાનગરપાલિકાના મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિતના હોદેદારોની ટર્મ પૂર્ણ થતા આગામી અઢી વર્ષની ટર્મ માટે નવા હોદેદારોના નામની જાહેરાત થઇ છે. જેમાં ભાવનગરના નવા મેયર તરીકે ભરત બારડ અને ડેપ્યુટી મેયર તરીકે મોના પારેખના નામ પર મહોર લાગી છે. તો જામનગરના નવા મેયર તરીકે વિનોદ ખીમસુરીયા અને ડેપ્યુટી મેયર તરીકે ક્રિષ્નાબેન સોઢાના નામની જાહેરાત થઇ છે. આ ઉપરાંત બંને શહેરોમાં સ્ટેન્ડિંગ કમિટીના 12-12 સભ્યો અને ચેરમેનના નામની જાહેરાત કરાઇ છે.