Connect Gujarat
ગુજરાત

સુરત : આસ્થા ગ્રૂપ દ્વારા આયોજિત સુરતથી અંબાજી સાઇકલ યાત્રા, સાયકલીસ્ટોમનુ કરાયું સ્વાગત....

સુરત થી અંબાજી મુકામે 450 Km નું અંતર કાપી સાયક્લિંગ કરી અંબાજી મંદિર પહોચશે.

X

આસ્થા ગ્રુપ દ્વારા આયોજીત સુરતથી અંબાજી સાઇકલ યાત્રા

સાઇકલ યાત્રા ભરુચ આવી પહોચતા કરાયું સ્વાગત

450 કિલોમીટરનું અંતર સાઇકલ પર કાપશે

સુરતના આસ્થા ગ્રુપ દ્વારા આયોજીત સુરત થી અંબાજી સાયકલ યાત્રા ભરૂચ આવી પહોંચતા ભરૂચ અંકલેશ્વરના સાયકલીસ્ટો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.સુરતના આસ્થા ગ્રૂપના સાયકલિસ્ટ રાકેશ ભાઈ તથા નિતિન ભાઈ પટેલ સુરત થી અંબાજી મુકામે 450 Km નું અંતર કાપી સાયક્લિંગ કરી અંબાજી મંદિર પહોચશે. 60 સાયકલ યાત્રીઓ દ્વારા દરરોજ માતાજીની આરાધના કરતા કરતા અને વધુ ને વધુ લોકો સાયકલનો ઉપયોગ રોજીંદા જીવનમાં કરીને સરકાર શ્રીની યોજનાઓ પેડલ ફોર હેલ્થ, પ્રદૂષણ મુક્ત ભારત અને ફિટ ઈન્ડિયા હિટ ઈન્ડિયાનો સાચો ઉદેશ આપી લોકોને માહિતગાર કરી સાયક્લિંગ પ્રત્યે પ્રેરણા આપી હતી. આ સાયકલ યાત્રા 13 ઓક્ટોબરે સુરતથી નિકળી 17 તારીખનાં રોજ અંબાજી મંદિર પહોંચી માતાનાં આશિર્વાદ કરશે. ત્યારે આ સાઇકલ યાત્રા ભરુચ આવી પહોચતા ભરૂચ અંકલેશ્વરનાં સાયકલીસ્ટ નિલેશ ચૌહાણ, શ્વેતા વ્યાસ, ફાતેમા વ્હોરા અને રાજેશ્વર રાવ દ્વારા સ્વાગત કરી આ યાત્રા સફળતા પૂર્વક પૂર્ણ થાય તેવી શુભેચ્છા પાઠવી હતી.

Next Story