/connect-gujarat/media/post_banners/a1e2fccbc28fb3ba3cd9cd965c01be9527f99d0fdafe6acf458d83e673d68503.jpg)
સુરતમાં બન્યો બનાવ
એક જ સોસાયટીમાં બે લોકોના હાર્ટ એટેકના કારણે મોત નિપજ્યા
પરિવારજનોમાં ગમનો માહોલ
સુરતમાં હાર્ટ એટેકના કારણે એક જ સોસાયટીના બે લોકોના મોત નિપજતા ખળભળાટ મચી જવા પામ્યો છે.
ગુજરાતમાં હાર્ટએટેકનો ખતરો વધી રહ્યો છે. ખાસ કરીને સુરત હાર્ટએટેકનું સેન્ટર બન્યું છે. અહી રોજ કોઈને કોઈના મોત થઈ રહ્યાં છે. ચોંકાવનારી બાબત તો એ છે કે, હાર્ટએટેકથી મોત પામનારા લોકો ઓછી ઉંમરના છે. સુરતમાં હાર્ટ અટેકથી મોતની ઘટના યથાવત છે. સુરતમાં એક જ સોસાયટીમાં રહેતા બે લોકોના હાર્ટએટેકથી મોત નિપજ્યા છે. સુરતના ખોડિયાર નગરમાં 18 વર્ષીય કમલેશ નામના યુવકનું યુવકનું હાર્ટ એટેકથી મોત થયુ હતું. તો સાથે જ ખોડીયાર નગરમાં જ રહેતા 45 વર્ષીય નઝીફ ખાન નામના વ્યક્તિનું પણ હાર્ટ એટેકથી મોત થયુ હોવાનું સામે આવ્યું છે.કમલેશ નામના યુવકને વહેલી સવારે ઊંઘમાં શ્વાસ લેવામાં તકલીફ પડી હતી. કમલેશ બેભાન થઈ જતા તેને પરિવારના સદસ્યો દ્વારા હોસ્પિટલમાં લઈ જવાયો હતો. જ્યાં હોસ્પિટલમાં ફરજ પરના હાજર તબીબોએ યુવકને મૃત જાહેર કર્યો હતો. કમલેશને કોઈપણ પ્રકારની શારીરિક બીમારી ન હતી. ત્યારે કમલેશનું અચાનક હાર્ટ એટેકથી મોત નિપજતા પરિવાર શોક માં ગરકાવ થયો છે. સુરત પોલીસે કમલેશના મૃતદેહને પીએમ અર્થે મોકલી કાર્યવાહી હાથ ધરી છે. પીએમ રિપોર્ટ બાદ મોતનું સાચું કારણ બહાર આવશે. મૃતક યુવક મૂળ રાજસ્થાનનો વતની હતો અને એક ખાનગી હોસ્પિટલમાં કામ કરતો હતો.