ધ્રાંગધ્રા જવાહર નવોદય વિધાલય ખાતે યોજાયો કાર્યક્રમ
2 દિવસીય રાજ્ય કક્ષાના કલા ઉત્સવનું કરાયું સમાપન
પદ્મશ્રી શાહબૂદીન રાઠોડ કાર્યક્રમમાં રહ્યા વિશેષ ઉપસ્થિત
ભારતની વિવિધ સંસ્કૃતિઓથી વિદ્યાર્થીઓ વિદ્યાર્થી કાળથી જ પરિચિત થાય અને તેઓમાં રહેલી પ્રતિભા બહાર આવે તે હેતુથી સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા જવાહર નવોદય વિદ્યાલય ખાતે રાજ્ય કક્ષાના કલા ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.
જવાહર નવોદય વિદ્યાલય પુના રીજન દ્વારા સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રાની જવાહર નવોદય વિદ્યાલય ખાતે 2 દિવસીય કલા ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કલા ઉત્સવના સમાપન સમારોહમાં જિલ્લા કલેકટર, જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા યુવા વિકાસ અધિકારી તેમજ પદ્મશ્રી શાહબુદ્દીન રાઠોડ. એસ.એસ.પી. જૈન આર્ટ્સ કોમર્સ કોલેજના પ્રિન્સિપાલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહી સ્પર્ધકોનો ઉત્સાહ વધાર્યો હતો. સાથે જ આ કલા ઉત્સવમાં ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવા, દીવ, દમણ અને સેલવાસ સહિતના વિદ્યાર્થીઓએ મળી 160 જેટલા સ્પર્ધકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. જેમાં ગાયકી, સંગીત, ચિત્ર અને નૃત્ય, વેસ્ટમાંથી બેસ્ટ બનાવાની સ્પર્ધા જેવી અનેક કલાઓની સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કલા ઉત્સવમાં મહાનુભાવોએ તમામ કૃતિઓ, ચિત્ર, સંગીત સહિતના વિવિધ કાર્યક્રમો નિહાળ્યા હતા, અને આ સ્પર્ધામાં ભાગ લેનાર સ્પર્ધકોમાં સારું પ્રદર્શન કરનાર સ્પર્ધકને સર્ટીફીકેટ તેમજ ટ્રોફી આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કલા મહોત્સવ આયોજિત કરવાનો મુખ્ય હેતુ ભારતની વિવિધ સંસ્કૃતિઓથી વિદ્યાર્થીઓ વિદ્યાર્થી કાળથી જ પરિચિત થાય અને તેઓમાં રહેલી પ્રતિભાને બહાર લાવવાના મુખ્ય હેતુથી સરકારના સૌજન્યથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જવાહર નવોદય પુના તેમજ સુરેન્દ્રનગર વિભાગ સહિત અનેક અધિકારીઓ અને સ્થાનિક કલાકારોએ ઉપસ્થિત રહી સ્પર્ધકોનો ઉત્સાહ વધાર્યો હતો.