સુરેન્દ્રનગર : ધોળીધજા ડેમના પાણીમાં ન્હાવા પડેલા 3 મિત્રોનું ડૂબી જવાથી મોત નીપજ્યું…

કિશોરોના મૃતદેહો હાથ લાગતા પરિવારજનોના હૈયાફાટ રૂદન વચ્ચે વાતાવરણમાં ગમગિની છવાઈ હતી.

New Update
સુરેન્દ્રનગર : ધોળીધજા ડેમના પાણીમાં ન્હાવા પડેલા 3 મિત્રોનું ડૂબી જવાથી મોત નીપજ્યું…

સુરેન્દ્રનગર જિલ્લાના ધોળીધજા ડેમમાં 3 કિશોર ડૂબ્યા હતા. ત્રણેય કિશોરો ગરમીના કારણે ન્હાવા માટે ડેમમાં પડ્યા હતા. ઘટનાની જાણ થતાં સ્થાનિકો અને ફાયર બ્રિગેડની ટીમ ધોળી ધજા ડેમ ખાતે દોડી આવી કિશોરોની શોધખોળ હાથ ધરી કરી હતી. જોકે, રાત પડતાં શોધખોળ બંધ કરવામાં આવી હતી, ત્યારે આજે વહેલી સવારે ફરી શોધખોળ હાથ ધરવામાં આવી હતી. ત્રણેય કિશોરોના મૃતદેહો મળી આવ્યા હતા.

મહત્વનું છે કે, સૌની યોજનામાં ડેમ પાણી પૂરો પાડતો હોવાના કારણે ડેમની સપાટી 18 ફૂટે ભરેલી રહે છે. તેવામાં ધોળીધજા ડેમના પાણીમાં ન્હાવા પડેલા 3 મિત્રોનું ડૂબી જવાથી મોત નીપજ્યું હોવાની ઘટના સામે આવી છે. બનાવના પગલે આસપાસના સ્થાનિકો સહિત સુરેન્દ્રનગર તેમજ રાજકોટની ફાયર બ્રિગેડની ટીમ તેમજ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો, જ્યાં ડૂબેલા 3 કિશોરોની શોધખોળ શરૂ કરવામાં આવી હતી, ત્યારે 3 પૈકી 2ની કિશોરોના મૃતદેહ મળી આવ્યા હતા, જે બાદ અન્ય એક મિત્રનો પણ મૃતદેહ મળી આવ્યો હતો. કિશોરોના મૃતદેહો હાથ લાગતા પરિવારજનોના હૈયાફાટ રૂદન વચ્ચે વાતાવરણમાં ગમગિની છવાઈ હતી.

આ 3 મિત્રોની સાથે આવેલા અન્ય 2 મિત્રોએ જણાવ્યું હતું કે, એ ત્રણ મિત્રો ન્હાવા ગયા હતા. આ ત્રણેયની ઉમર 16થી 17 વર્ષની છે. 2 મિત્રો બહાર મોબાઈલમાં ગેમ રમતા હતા, ત્યારે અવાજ આવ્યો કે 'બચાવો બચાવો' જેથી 2 મિત્રો દોડીને પહોંચ્યા હતા. તેમજ ત્યા હાજર એક વ્યક્તિને પણ કહ્યુ કે, આ ડુબે છે તેઓને બચાવો. પછી આ મિત્ર નદીમાં બચાવવા પડ્યો હતો. જોકે, બચી શકે તેમ ન હોવાથી તે મિત્ર ફરી બહાર આવી ગયો હતો. તો બીજી તરફ, પીવાના પાણી માટેનો આરક્ષિત ડેમ હોવા છતાં પણ ડેમ પર સિક્યુરિટી ન હોવાનો પ્રાંત અધિકારીએ સ્વીકાર કર્યો હતો. તેમજ આગામી સમયમાં જિલ્લા પોલીસ વડા સાથે સંકલન કરી અને બંદોબસ્ત મુકવામાં આવશે તેવું પણ જણાવ્યું છે.

Latest Stories