Connect Gujarat
ગુજરાત

સુરેન્દ્રનગર: બિશ્નોઇ ગેંગના ૩ વોન્ટેડ આરોપી ૧૭.૬૦ લાખના એમ.ડી.ડ્રગ્સના જથ્થા સાથે ઝડપાયા

શહેરના શિવ સંગાથ હિલ્સ એપાર્ટમેન્ટમાંથી બિશ્નોઇ ગેંગના ૩ વોન્ટેડ આરોપી ૧૭.૬૦ લાખના એમ.ડી.ડ્રગ્સના જથ્થા સાથે ઝડપાતા ચકચાર મચી જવા પામી છે.

X

સુરેન્દ્રનગર શહેરના શિવ સંગાથ હિલ્સ એપાર્ટમેન્ટમાંથી બિશ્નોઇ ગેંગના ૩ વોન્ટેડ આરોપી ૧૭.૬૦ લાખના એમ.ડી.ડ્રગ્સના જથ્થા સાથે ઝડપાતા ચકચાર મચી જવા પામી છે

ગુજરાત સહીત સમગ્ર દેશમાં યુવાધન હવે ડ્રગ્સના રવાડે ચડ્યુ હોવાની ફરીયાદો ઉઠી રહી હતી પરંતુ સુરેન્દ્રનગર જેવા નાના શહેરો હજુ આ બદીથી દુર હતાં પરંતુ હવે જાણે ડ્રગ્સ માફીયાઓએ પોતાનો કાળો કારોબાર સુરેન્દ્રનગર જેવા નાના શહેરો સુધી પણ પહોંચાડ્યો છે. સુરેન્દ્રનગર શહેરના ૮૦ ફુટ રોડ પર ગોકુલ હોટલ નજીક આવેલ શિવ સંગાથ હિલ્સ નામના એપાર્ટમેન્ટમાં આવેલા ફ્લેટમાંથી ત્રણ શખ્સોને ક્રાઇમ બ્રાન્ચે ૧૭૬ ગ્રામ એમડી ડ્રગ્સ સાથે ઝડપી લીધા હતાં. ઝડપાયેલા ત્રણ શખ્સો અક્ષય ડેલુ, અંકિત બિશ્નોઇ રહે બન્ને પંજાબ તેમજ કચ્છના વિક્રમસિંહ બળવંતસિંહ જાડેજાને કુલ ૧૭.૮૧લાખના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતાં. આ ત્રણેય શખ્સોની પોલીસે આકરી પુછપરછ કરતા અક્ષય ડેલુ અને અંકિત બિશ્નોઇ બન્ને લોરોન્સ બિશ્નોઇના ભાઇ અનમોલ બિશ્નોઇની ગેંગના માણસો હોવાની વિગતો બહાર આવી હતી અને બે માસ અગાઉ રાજસ્થાનના એક શખ્સ પાસે રૂપિયા ૫૦ લાખની ખંડણી માંગી હતી. આ બન્ને શખ્સો વિરૂધ્ધ રાજસ્થાનમાં ચાર ગુનાઓ નોંધાયેલા છે જેમાં ફરાર હોય રાજસ્થાન પોલીસે બન્ને શખ્સો પર રૂપિયા ૨૫ હજારનું ઇનામ પણ જાહેર કર્યું હતુ.જ્યારે ત્રીજો શખ્સ કચ્છનો વિક્રમસિંહ જાડેજા પણ હત્યાના ગુનામાં આજીવન કેદની સજા પામેલો છે અને જેલમાંથી પેરોલ મળ્યા ફરાર હતો. આમ ત્રણેય શખ્સો કુખ્યાત હિસ્ટ્રીશીટર હોવાની વિગતો બહાર આવી છે.

Next Story