સુરેન્દ્રનગર : અમદાવાદ જેલર ગ્રુપ ઝડતી સ્ક્વોડના સરપ્રાઈઝ ચેકિંગ દરમ્યાન સબજેલમાંથી 6 મોબાઇલ ફોન મળ્યા

સુરેન્દ્રનગર એ’ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

સુરેન્દ્રનગર : અમદાવાદ જેલર ગ્રુપ ઝડતી સ્ક્વોડના સરપ્રાઈઝ ચેકિંગ દરમ્યાન સબજેલમાંથી 6 મોબાઇલ ફોન મળ્યા
New Update

અમદાવાદ જેલર ગ્રુપ ઝડતી સ્ક્વોડ દ્વારા સુરેન્દ્રનગરની સબજેલમાં સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, ત્યારે જેલમાંથી પ્રતિબંધિત મોબાઈલ સહિતની ચીજ વસ્તુઓ મળી આવતા ચકચાર મચી છે. જેમાં બેરેક નંબર 1 અને 2ની પાછળના ભાગે આવેલી 2 કુંડીમાંથી કુલ 6 નંગ મોબાઇલ મળી આવ્યા હતા.

જોકે, આ મોબાઇલ અંગે ઝડતી સ્કોડની ટીમે કાચા કામના કેદીઓની પુછપરછ હાથ ધરી હતી. પરંતુ કેદીઓએ આ અંગે કોઇ કબુલાત કરી ન હતી. આથી ચેકિંગમાં આવેલી ટીમે તમામ મોબાઇલ કબજે કરી FSLમાં તપાસ માટે મોકલી આપ્યા હતા.

તો બીજી તરફ, આ મામલે સુરેન્દ્રનગર એ’ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

#Surendranagar #6 mobile phones #subjail #surprise checking #Ahmedabad Jailer Group Zadati Squad.
Here are a few more articles:
Read the Next Article