New Update
/connect-gujarat/media/post_banners/46b06217643d5cadbf3efeddac9da7a17c9222488a6e1ded50e44dc78233aba3.jpg)
સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા પોલીસ વિશ્રામ ગૃહ ખાતે રાજકોટ રેન્જ આઈજી અશોકકુમાર યાદવની અધ્યક્ષતામાં લોન મેળો યોજાયો હતો. વ્યાજખોરો વ્યાજના ચક્રમાંથી લોકો બહાર આવે તે માટે અલગ અલગ બેન્કના પ્રતિનિધિઓ લોન સહાય આપવા લોન મેળામાં ઉપસ્થિત રહ્યા. જેમાં મોટી સંખ્યામાં વ્યાજખોરોના ત્રાસનો ભોગ બનેલ અરજદારો સહિત જરૂરિયાતમંદ લોકો આ લોન મેળામાં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ડીએસપી હરેશકુમાર દૂધાત, લીંબડી ડીવાયએસપી સી.પી.મુંધવા સહિતના પોલીસ અધિકારીઓની ઉપસ્થિતિમાં લોન માટે જરૂરી દસ્તાવેજો ધરાવતા અરજદારોને લોન આપવાની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી.